વાયબ્રન્ટ 2017:કૃષિ ક્ષેત્રે 3233 MOU,અમેરિકા સાથે કૃષિ ટેકનોલોજીનો MOU

VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 5:41 PM IST
વાયબ્રન્ટ 2017:કૃષિ ક્ષેત્રે 3233 MOU,અમેરિકા સાથે કૃષિ ટેકનોલોજીનો MOU
ગાંધીનગરઃ વાયબ્રન્ટ 2017મા અનેક ક્ષેત્રે એમઓયુ થયા છે ત્યારે કૃષિ ક્ષેત્રે પણ 3233 એમઓયુ થયા છે, આ અંગે વાત કરતા કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે 10 કરોડથી વધુ રકમના કૃષિ ક્ષેત્રે 381, જયારે ડેરી અને પશુ પાલન ક્ષેત્રના 381 જેટલા એમયોયુ થયા છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 5:41 PM IST
ગાંધીનગરઃ વાયબ્રન્ટ 2017મા અનેક ક્ષેત્રે એમઓયુ થયા છે ત્યારે કૃષિ ક્ષેત્રે પણ 3233 એમઓયુ થયા છે, આ અંગે વાત કરતા કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે 10 કરોડથી વધુ રકમના કૃષિ ક્ષેત્રે 381, જયારે ડેરી અને પશુ પાલન ક્ષેત્રના 381 જેટલા એમયોયુ થયા છે.

જ્યારે 10 કરોડથી ઓછી કિમતના 2400 એમઓયુ કરાયા છે સાથે જ કૃષિ ટેકનોલોજી તથા યુનિવર્સીટી માટે 3 એમઓયુ નેધરલેન્ડ સાથે,1 એમઓયુ અમેરિકા સાથે તથા એક એમઓયુ ડેનમાર્ક સાથે કરવામાં આવ્યો છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઇને વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ

પીએમ મોદીના અતિ મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઇને વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની હાજરીમાં રાજ્ય સરકાર અને રેલ્વે વચ્ચે બુલેટ ટ્રેનના કેટલાક હિસ્સાના ઉત્પાદન માટે એમઓયુ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટને વર્ષ 2024માં પૂર્ણ કરવાના સ્વપ્ન સાથે કેન્દ્ર સરકાર કામ કરી છે અને રેલ્વે તેમજ જાઇકા સાથે મળીને તેના પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. હવે તેના કેટલાક હિસ્સાના ઉત્પાદન સાથે આ પ્રોજેક્ટમાં વેગ આવશે તેવા આશા સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત રેલ્વે કન્ટેનર ડેપો  રાજકોટમાં બને તે માટે પણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ બંને એમઓયુથી ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે તેવી આશા મુખ્યપ્રધાન વિજય રુપાણી એ વ્યક્ત કરી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે 14,500 કરોડના MOU

249 કંપનીઓએ જંગી રોકાણ માટે કર્યા MOU
38 હજારથી વધુ યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે
રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, ફાર્મા સિટીકલ પાર્ક સ્થપાશે
સૌપ્રથમ રાષ્ટ્રીય મેડિકલ ડિવાઇસ લેબોરેટરી વડોદરામાં બનશે
ઔષધ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 28 ટકા છે
જે વધારવા કેન્દ્ર સરકાર દ્વારા તમામ મદદ કરશે

First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर