Home /News /kutchh-saurastra /ભચાઉ નજીક વહેલી સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કુલ ત્રણ આંચકા નોંધાયા

ભચાઉ નજીક વહેલી સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કુલ ત્રણ આંચકા નોંધાયા

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગરમાં પણ 1.9ની તીવ્રતાનો ભૂકંપની એક આંચકો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં ભૂકંપની ચાર આંચકા નોંધાયા છે.

    મેહુલ સોલંકી, ભુજ

    ભુજઃ છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ નોંધવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધાયો હતો. ભૂકંપની કેન્દ્ર બિંદુ રાપર અને ભચાઉ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાત્રે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભચાઉથી 21 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો.

    કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા

    કચ્છમાં રાત્રે 2:55 કલાકે 3.3 રિક્ટર સ્કેલ, સવારે 3:23 વાગ્યે 1.4 રિક્ટર સ્કેલ અને સવારે 6:21 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપની આંચકો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ 1.9ની તીવ્રતાનો ભૂકંપની એક આંચકો નોંધવામાં આવ્યો છે. એટલે કે એક જ દિવસમાં ભૂકંપની ચાર આંચકા નોંધાયા છે.

    મંગળવારે ગુજરાતમાં ભૂકંપના 9 આંચકા અનુભવાયા હતા

    ગુજરાતમાં મંગળવારે એક જ દિવસમાં ભૂકંપની નવ જેટલા આંચકા અનુભવાયા હતા. રાજ્યના અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવતા ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપના આ આંચકાઓ સવારે 8.20 વાગ્યાથી બપોરના 2.00 વાગ્યા સુધી અનુભવાયા હતા. સવારે આઠ વાગ્યે 2.0ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. તો ગીર-સોમનાથમાં બપોરે 2.12 વાગ્યે 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયા હતો.

    કચ્છમાં અનુભવાયા આંચકા

    એક સમયે ખૂબ ભૂકંપને કારણે તબાહ થઈ ગયેલા કચ્છમાં પણ મંગળવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપરમાં બે અને ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જોકે, આ ભૂકંપના તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હતી, જેના કારણે મોટા ભાગના કેસમાં લોકોને તેની ખબર પડી ન હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kutch, Rapar, Tremors, ગુજરાત, ભૂકંપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन