કચ્છ : લૉકડાઉન દરમિયાન મિરાજ તમાકુ ખાવા મામલે ઝઘડો, 22 વર્ષીય યુવકની હત્યા

News18 Gujarati
Updated: April 24, 2020, 5:07 PM IST
કચ્છ : લૉકડાઉન દરમિયાન મિરાજ તમાકુ ખાવા મામલે ઝઘડો, 22 વર્ષીય યુવકની હત્યા
પોલીસે આરોપીની અટકાયત કરી.

મિરાજ તમાકુ બાબતે થયેલા ઝઘડામાં એક પરિવારે 22 વર્ષના જુવાન દીકરાને ગુમાવવાનો વારો આવ્યો.

  • Share this:
મેહુલ સોલંકી, ભૂજ : લૉકડાઉન (Lockdown) વચ્ચે કચ્છ (Kutch)ના આદિપુરના ત્રણવાળી વિસ્તારમાં એક 22 વર્ષીય યુવકની હત્યા (Murder)નો બનાવ સામે આવ્યો છે. તમાકુ ખાવા બાબતે થયેલા ઝઘડામાં એક પરિવારે પોતાના 22 વર્ષના જુવાન દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ મૃતક યુવકના પિતા પાસે તમાકુ (Tobacoo) હોવાનું એક યુવકને જણાવ્યું હતું. આ વાતને લઈને આરોપી અને મૃતક યુવક વચ્ચે ઝઘડો થયો હતો.

મિરાજ તમાકુ બાબતે હત્યા

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આદિપુરના બાજીગર મહોલ્લા ખાતે નટ-બજાણીયા કોમના લોકો રહે છે. સવારે આરોપી અને મૃતક યુવકના પિતા સહિતના લોકો ત્યાં બેઠા હતા. આ દરમિયાને એક વ્યક્તિએ આરોપી જવાહર હીરા બાજીગર પાસે તમાકુની માંગણી કરી હતી. આ સમયે મરણજનાર યુવક સંજય શંકર બાજીગરના પિતા શંકભાઈ પણ ત્યાં બેઠા હતા. આરોપી પાસે તમાકુ ન હોવાથી તેણે યુવકને શંકરભાઈ પાસે તમાકુ હશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : પાનમાવાના બંધાણીઓ નહીં સુધરે! લખતરમાં Lockdown વચ્ચે થઈ આશ્ચર્યજનક ચોરી

મૃતક યુવકને આરોપી તેના પિતાની મસ્કરી કરતો હોવાનું લાગ્યું

પોલીસના કહેવા પ્રમાણે આ સમયે મૃતક યુવક સંજય પણ ત્યાં બેઠો હતો. આરોપીની આવી વાત બાદ તેને એવું લાગ્યું હતું કે તે મારા પિતાની મશ્કરી રહી રહ્યો છે. જે બાદમાં તેણે આરોપી જવાહરને તેના પિતાની મશ્કરી ન કરવાની જણાવ્યું હતું. આ બાબતે બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં આરોપી નજીકમાં જ આવેલા તેના ઘરેથી દોડીને ખંજર જેવું હથિયાર લાવ્યો હતો અને પીડિતના ડાબા પગના સાથળમાં મારી દીધું હતું. 

ડૉક્ટરે મૃત જાહેર કર્યો

આ ઘા યુવક માટે જીવલેણ સાબિત થયો હતો. ખંજરના ઘા બાદ વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હતું. જે બાદમાં યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. તમાકુ મામલે થયેલા ઝઘડો હત્યામાં પરિણમતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જે બાદમાં પોલીસે આરોપીની અટકાયત કરીને વધારે કાર્યવાહી શરૂ કરી છે.
First published: April 24, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading