કચ્છમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા ચિંતા, સોશિયલ મીડિયામાં #SaveKutch ટ્રેન્ડ થયું

News18 Gujarati
Updated: May 20, 2020, 11:31 AM IST
કચ્છમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવતા ચિંતા, સોશિયલ મીડિયામાં #SaveKutch ટ્રેન્ડ થયું
મુંબઈથી બુધવારે 1,200 લોકો કચ્છ આવી પહોંચ્યા.

મુંબઈથી કચ્છમાં આવી રહેલા લોકોને અટકાવવાની માંગ, લોકોએ સોશિયલ મીડિયા પર તંત્ર સામે ગુસ્સો ઠાલવ્યો.

  • Share this:
ભુજ : કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ જ છે ત્યારે કચ્છમાં 19મી મેના રોજ એક સાથે 21 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ સાથે કચ્છમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા 52 થઈ છે. કચ્છમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકોને રજા આપી દેવામાં આવી છે. હાલ કચ્છમાં કોરોનાના 45 સક્રિય કેસ છે. બીજી તરફ કેસની સંખ્યા વધતા સોશિયલ મીડિયા પર #SaveKutch ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા (Social Media) પર કચ્છના બચાવવા માટે અપીલ કરી રહ્યા છે.

કચ્છના ચિંતાજનક દ્રશ્યો : કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં 1,200 જેટલા લોકો ટ્રેન મારફતે મુંબઈથી કચ્છ આવી પહોંચ્યા છે. મુંબઈમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયેલા છે ત્યારે કચ્છના લોકો કોરોના લઈને આવશે તેવી દહેશત ફેલાઈ છે. આ તમામ લોકોને બસો મારફતે લઈ જવામાં આવ્યા હતા અને ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

કચ્છના પોઝિટિવ કેસમાં ઉછાળો

મુંબઈથી લોકો કચ્છમાં આવી રહ્યા હોવાથી અહીં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો નોંધાયો છે. બીજી તરફ મુંબઈથી આવતા લોકોને કારણે કચ્છમાં ભયનો માહોલ છવાયો છે. મુંબઈથી આવી રહેલા લોકોના રિપોર્ટ સતત પોઝિટિવ આવી રહ્યા હોવાથી કચ્છના સ્થાનિક લોકોની મહેનત પણ પાણી ફરી વળ્યું છે.

સોશિયલ મીડિયા પર #SaveKutch ટ્રેન્ડ થયું

કચ્છમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર #SaveKutch ટ્રેન્ડ થઈ રહ્યું છે. મુંબઈથી આવી રહેલા લોકોને કારણે અહીં કોરોના ઘાતક બન્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને મુંબઈથી કચ્છમાં આવી રહેલા લોકોને અટકાવવાની માંગણી કરી છે. લોકો સોશિયલ મીડિયા કચ્છના તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. 

દુકાનો ખૂલતા સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું

બીજી તરફ મંગળવારથી છૂટ મળતા જ ભૂજના વિવિધ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા હોવાના બનાવો સામે આવ્યા છે. લોકો પાન-માવા-ગુટખા લેવા માટે લાઇનોમાં ઊભા રહી ગયા છે. સવારથી જ લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં છે, મહિલાઓ પણ ગુટખા અને બીડી લેવા માટે લાઇનોમાં ઊભી રહી ગઈ છે.
First published: May 20, 2020, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading