કચ્છ : કિશોરીને તેના જ નાના સગા ભાઇએ બનાવી ગર્ભવતી, આપ્યો બાળકને જન્મ

News18 Gujarati
Updated: December 19, 2019, 9:37 AM IST
કચ્છ : કિશોરીને તેના જ નાના સગા ભાઇએ બનાવી ગર્ભવતી, આપ્યો બાળકને જન્મ
16 વર્ષની કિશોરીને પોતાનાં જ 14 વર્ષનાં ભાઇએ જ માતા બનવવાની વાત સામે આવી છે.

16 વર્ષની કિશોરીને પોતાનાં જ 14 વર્ષનાં ભાઇએ જ માતા બનવવાની વાત સામે આવી છે.

  • Share this:
કચ્છ : નખત્રાણાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષની કિશોરીને પોતાનાં જ 14 વર્ષનાં ભાઇએ જ માતા બનવવાની વાત સામે આવી છે. હાલ કિશોરી અને તેના બાળકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે નાના ભાઇને દુષ્કર્મ અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાયો છે. તેને ચિલ્ડ્રન હોમમાં મુકવામાં આવશે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે નખત્રાણાની શાળામાં ભણતી 16 વર્ષની કિશોરીને ગઇકાલે સવારે શાળામાં અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને એક ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારે ડૉક્ટરોએ તપાસીને ખુલાસો કર્યો કે, કિશોરી ગર્ભવતી છે અને તેને પ્રસવ પીડા ઉપડી છે. જે બાદ કિશોરીએ છોકરાને જન્મ આપ્યો હતો. જેના કારણે શિક્ષકો અને પરિવાર બંન્નેનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

આ અંગે જ્યારે કિશોરીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેના નાના ભાઇએ તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. સગા ભાઇ બહેનએ એક જ રાતમાં બે વાર સંબંધ બાંધ્યો હતો. આ પરિવાર શ્રમજીવી છે. તેઓ આખો પરિવાર એટલે માતા, પિતા બંન્ને બાળકો એક જ પથારીમાં સૂતા હોય છે. એક રાતે કિશોરીએ સહમતીથી પોતાનાં નાના ભાઇ સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો : CAA : દ્વારકાનાં કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું

થોડા સમય પહેલા પણ વડોદરાનાં અટલાદરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીને પેટમાં સખત દુઃખાવા સાથે રક્તસ્ત્રાવ થયો હતો. જે બાદ માતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. સારવાર દરમિયાન કિશોરીનાં પેટમાં 20 અઠવાડિયાઓનો ગર્ભ હોવાની અને ગર્ભપાતનાં કારણે દુઃખાવો થતો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી. પુછપરછ દરમિયાન કિશોરી તેના પ્રેમીયુવક દ્વારા કરાયેલા દુષ્કર્મના કારણે ગર્ભવતી હોવાની જાણ થતાં જેપીરોડ પોલીસે પ્રેમીયુવક સામે ગુનો નોંધી તેની ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  રાજકોટ : યુવતી બસનાં ટાયર નીચે કચડાતા બચી ગઇ, ઘટના સીસીટીવીમાં કેદઆ વીડિયો પણ જુઓ

 
First published: December 19, 2019, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading