Home /News /kutchh-saurastra /

Kutch News: ટેન્કર પર પંપ લગાડી લોકોને ઇંધણ ભરી અપાતું 18 હજાર લિટર બાયોડીઝલ જપ્ત

Kutch News: ટેન્કર પર પંપ લગાડી લોકોને ઇંધણ ભરી અપાતું 18 હજાર લિટર બાયોડીઝલ જપ્ત

જપ્ત કરેલ ટેન્કર અને પંપ

Kutch Crime News: કચ્છમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત પોલીસ બાયોડીઝલના વેપલા પર ત્રાટકી છે ત્યારે લોકોના વાહનોમાં ભરી અપાતું 18 હજાર લિટર બાયોડીઝલ પકડી ?

    કચ્છમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત બાયોડીઝલનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ભુજ તાલુકાના ચૂબડક ગામની સીમમાં લોકોના વાહનમાં બાયોડીઝલ ભરી આપતા યુવકને પકડી તેની પાસેથી 18 હજાર લિટર બાયોડીઝલ મનાતું સફેદ જ્વલનશીલ પદાર્થ જપ્ત કર્યું હતું.


    કચ્છમાં થોડા અઠવાડિયા પહેલાં સુધી જિલ્લાભરમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગની પોલીસ બયોડીઝલ પર ત્રાટકી રહી હતી. સફેદ રંગનું આ બાયોડિઝલ વાહનોના પેટ્રોલ કે ડીઝલ ઇંધણની અવેજીમાં વપરાશ કરાય છે. પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તું પડતાં ગેરકાયદેસર રીતે કચ્છમાં બાયોડિઝલનો વેપલો ચાલી રહ્યો હતો.


    બુધવારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજ તાલુકાના ચૂબડક ગામની સીમમાં આવેલી વાડીમાં રતનાલ, અંજારના રહેવાસી ભકનજી કાનજી ભચુ રવા માતાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલ સંગ્રહી રાખ્યું હતું. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર રેડ પાડતા જાણવા મળ્યું હતું કે પોતાની કબ્જા ભોગવટાની વાડીમાં આરોપી ભકનજી માતાએ GJ 18 T 1041 નંબરના ટેન્કર અને હાથ બનાવટનો લોખંડનો બે વ્હીલ વાળો ટાંકો મળી આવ્યો હતો જેમાં પોલીસને આશરે 18 હજાર લિટર જેટલો બાયોડીઝલ માનવામાં આવતું સફેદ જ્વલનશીલ પદાર્થ મળી આવ્યું હતું.


    પકડાયેલ ઈસમ દ્વારા ટેન્કરમાં ડીસ્પેન્સર મશીન લગાડી લીટર હિસાબે લોકોના વાહનોમાં બાયોડીઝલ ભરી આપવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા ટેન્કર પર લાગેલું ડીસ્પેન્સર મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.


    પોલીસે જપ્ત કરેલા 18 હજાર લિટર જ્વલનશીલ પદાર્થને બાયોડીઝલ હોવાની પુષ્ટિ કરવી લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. આ 18 હજાર લિટર પદાર્થની કિંમત રૂ. 11,70,000 થાય છે જ્યારે કે ટેન્કર, ટાંકો, ડિસ્પેન્સર મશીન અને અન્ય સામગ્રી સાથે પોલીસે કુલ રૂ. 24,80,300નો મુદ્દામાલ જપ્ત કર્યું હતું.


    જે તે સમયે પેટ્રોલ ડિઝલના ભાવ રૂ. 100 પહોંચ્યા હતા ત્યારે રાજ્યભરમાં બાયોડીઝલનો ગેરકાયદેસર વેંચાણ આસમાને પહોંચ્યું હતું. રાજ્ય સરકાર તરફથી કડક આદેશ બાદ કચ્છ તેમજ રાજ્યભરમાં પોલીસ દ્વારા અનેક જગ્યાઓ પર રેડ પાડી બાયોડીઝલના મોટા જથ્થામાં પકડાયા હતા. પણ ઇંધણના ભાવમાં ઘટાડો થયા બાદ બાયોડીઝલના વેચાણ પર અચાનક વિરામ આવી ગયું હતું.
    First published:

    Tags: Crime news, Kutch news, Kutch Police, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन