કચ્છમાં દુષ્કાળ: એક પખવાડિયામાં પશુઓ માટે દસ કેટલ કેમ્પો શરૂ કરાયાં 

કુલ દસ ઢોરવાડામાં ૧૫૬૧ નાના અને ૫૨૬૯ મોટાં પશુઓ મળી કુલ ૬૮૩૦ પશુઓનો કેટલ કેમ્પમાં સમાવેશ સાથેની મંજૂરી અપાઇ ચૂકી છે. 

News18 Gujarati
Updated: December 30, 2018, 10:22 AM IST
કચ્છમાં દુષ્કાળ: એક પખવાડિયામાં પશુઓ માટે દસ કેટલ કેમ્પો શરૂ કરાયાં 
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 30, 2018, 10:22 AM IST
કચ્છમાં આ વર્ષે દુષ્કાળ છે. વરસાદ બિલકુલ પડ્યો નથી. આ સંગોજોમાં પાણી અને ઘાંસચારાની તકલીફ ઉભી થઇ છે. જેને પહોંચી વળવા માટે સરકાર દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં દસ કેટલ કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.

રાજય સરકાર દ્વારા 1૫મી ડિસેમ્બરથી કચ્છમાં ઢોરવાડા ખોલવાની જાહેરાતને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દસ કેટલ કેમ્પોને મંજૂરી આપવામાં આવી છે.  જિલ્લામાં પ્રથમ ઢોરવાડાની (કેટલ કેમ્પ) મંજૂરીને પગલે ૧૯મી ડિસેમ્બરે ફરી ત્રણ કેટલ કેમ્પ અબડાસા તાલુકાના મંજૂર કરાયાં હતા જેમાં શ્રી વર્ધમાન પરિવાર, મુંબઇની સંસ્થાને અબડાસાના ડાહા, કાલરવાંઢ અને ખારૂઆ ખાતે કેટલ કેમ્પ શરૂ કરવા તંત્ર દ્વારા મંજૂરી અપાઇ હતી.

ડાહા ખાતે ૩૧૭ નાના અને ૪૫૧ મોટા પશુઓ મળી ૭૬૮ પશુ સંખ્યાનો ઢોરવાડો જયારે કાલરવાંઢ ખાતે ૪૧૦ નાના અને ૫૪૦ મોટા પશુઓ મળી ૯૫૦ પશુ સંખ્યાનો તેમજ ખારૂઆ ખાતે ૧૩૧નાના અને ૩૭૮ મોટાં પશુઓના કેટલ કેમ્પને તંત્રે શરતોને આધીન મંજૂરી આપી હતી.

અત્યાર સુધી લખપત તાલુકામાં સૌથી વધુ ૬ કેટલ કેમ્પ શરૂ કરવાની  પરવાનગી મંગાતા જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા તા.૨૬મી ડીસેમ્બરથી ત્રણ દિવસમાં એટલે કે તા.૨૬ના એક, ૨૭મીના બે અને ૨૮મી ડીસેમ્બરના ત્રણ કેટલ કેમ્પ શરૂ કરવા મંજૂરી અપાઇ હતી જેમાં  સાન્ધ્રોવાંઢ, ધ્રાગાવાંઢ, લકકી(ગામની બાજુમાં), મીઢીયારી વાંઢ, મણીયારો ડેમની બાજુમાં, બરંદા, ધોરો ડેમની બાજુમાં, ડેણમા ખાતે કેટલ કેમ્પ શરૂ કરવા તંત્ર દ્વારા પરવાનગી અપાઇ હતી.

લખપતમાં  પ્રથમ શ્રી માલધારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સાન્ધ્રોને સાન્ધ્રોવાંઢ ખાતે ૧૪૩નાના અને ૮૫૭મોટાં પશુ મળી ૧૦૦૦ પશુ સંખ્યા માટેના કેટલ કેમ્પને મંજૂરી અપાયાં બાદ તા.૨૭મીએ બે ઢોરવાડાને મંજૂરી અપાઇ હતી જેમાં શ્રી નંદાણી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, મું. સાન્ધ્રો સંસ્થાને ધ્રાગાવાંઢ ખાતે ૧૨૫ નાના અને ૪૯૬ મોટા પશુઓ મળી ૬૨૧ પશુ સંખ્યા માટે જયારે એજ દિવસે શ્રી માલધારી સેવા ટ્રસ્ટ, સાન્ધ્રોને લકકી(ગામની બાજુમાં) ૭૫ નાના અને ૬૧૫ મોટા પશુઓ મળી ૬૯૦ પશુ સંખ્યા માટેના કેટલ કેમ્પને તંત્ર દ્વારામંજૂરી અપાઇ હતી.

કચ્છ: દુષ્કાળની ઘેરી બનતી સ્થિતિ, નવા કેટલ કેમ્પને મંજૂરી અપાઇ
Loading...

ઉપરાંત,  ૨૮મી ડીસેમ્બરે જિલ્લા કલેકટર દ્વારા લખપત તાલુકામાં ત્રણ ઢોરવાડા ખોલવાની શરતી મંજૂરી અપાઇ છે, જેમાં શ્રી દિલદાર ચેરીટેબલ ટ્રસ્ટ મુ. બેખડાને મીંઢીયારી  વાંઢ ખાતે ૩૯ નાના અને ૪૬૪ મોટા પશુઓ મળી ૫૦૩ પશુ સંખ્યાના ઢોરવાડાને જયારે શ્રી અશરફ એજયુકેશન મેડીકલ ટ્રસ્ટ, મુ. સુભાષપર સંસ્થાને મણીયારો ડેમની બાજુમાં, બરંદા ખાતે ૮૭ નાના અને ૫૭૬ મોટાં પશુઓ મળી કુલ ૬૬૩ પશુ સંખ્યાના ઢોરવાડાને જયારે ત્રીજી સંસ્થા શ્રી અબડાસા લખપત સરહદ વિસ્તાર વિકાસ ટ્રસ્ટ, મુ. દયાપરને ધોરો ડેમની બાજુમાં, ડેણમા ખાતે ૧૧૩ નાના અને ૩૭૮ મોટાં પશુઓ મળી કુલ ૪૯૧ પશુ સંખ્યાના કેટલ કેમ્પને તંત્ર દ્વારા પરવાનગી અપાતાં છેલ્લા એક પખવાડીયામાં કચ્છમાં કુલ દસ ઢોરવાડામાં ૧૫૬૧ નાના અને ૫૨૬૯ મોટાં પશુઓ મળી કુલ ૬૮૩૦ પશુઓનો કેટલ કેમ્પમાં સમાવેશ સાથેની મંજૂરી અપાઇ ચૂકી છે.
First published: December 30, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...