કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી ચોરી અટકાવવા ટીમો બનાવાઇ

અછતની સ્થિતિમાં પાણી પશ્ચિમ કચ્છ સુધી પહોંચે તે જરૂરી છે.

News18 Gujarati
Updated: May 1, 2019, 10:12 AM IST
કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી ચોરી અટકાવવા ટીમો બનાવાઇ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 1, 2019, 10:12 AM IST
ભુજ: સમગ્ર રાજ્યમાં પાણીનો પોકાર થઇ રહ્યો છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. કચ્છની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. આ દુષ્કાળનાં ડાકલા વચ્ચે નર્મદા કેનાલમાંથી પાણી ચોરી ન થાય તે માટે કચ્છમાં બે ટીમો બનાવવામાં આવી છે.

કચ્છમાં અછતની પરિસ્થિતિમાં વિશાળ પશુધનના નિભાવની સાથે હાલમાં અછતની પરિસ્થિતિમાં ઉનાળાના કાળઝાળ દિવસોમાં પાણીની અછત વર્તાઇ રહી છે, તેવા સંજોગોને ધ્યાનમાં રાખી નર્મદા કેનાલમાં રહેલો પાણીનો પૂરવઠો પશ્ચિમ કચ્છના છેવાડાના ગામડાં સુધી પણ પહોંચી રહે તે જરૂરી બની રહ્યું છે.

ભચાઉ તથા રાપર તાલુકામાં નર્મદા કેનાલમાંથી મોટા પાયે થતી પાણીની ગેરકાયદેસર ચોરી થતી હોવાના કિસ્સાઓની ફરિયાદ અવાર-નવાર તંત્ર સામે આવતાં વહીવટીતંત્ર દ્વારા તેને ખૂબ જ ગંભીર બાબત ગણીને નર્મદા કેનાલમાંથી થતી પાણી ચોરી અટકાવવા તંત્ર સજ્જ બન્યું છે. નર્મદા કેનાલમાંથી થતી પાણી ચોરી થતાં અટકાવવા અને કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને અધિકારીઓને કામગીરીના નિર્દેશો આપ્યાં છે.

ભચાઉ પ્રાંત અધિકારીની રાહબરી અને દેખરેખ હેઠળ મામલતદાર ભચાઉ અને રાપર સહિત પાણી પૂરવઠા બોર્ડ અને નર્મદા પેટા વિભાગ ઉપરાંત સિંચાઇ(રાજય) અને પોલીસ વિભાગના અધિકારીઓની બે ટીમોનું ગઠન કરાયું હોવાનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે.

આ ટીમો એક-બીજાના સંકલનમાં રહી ભચાઉ અને રાપર વિસ્તારના ગામડાંઓ કે જયાંથી નર્મદા કેનાલ પસાર થાય છે તેની સ્થળ મૂલાકાત લઇને કોઇ પણ વિસ્તારમાં પાણીની ચોરીનો બનાવ ધ્યાને આવતાં મશીન જપ્ત કરવા ઉપરાંત જે તે વ્યકિત સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની નિયમાનુસારના કાર્યવાહી હાથ ધરશે.

ઉપરાંત ભચાઉ અને રાપર મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને દૈનિક કાર્યવાહીનો અહેવાલ કરાશે અને ભચાઉ પ્રાંત અધિકારી સમગ્ર કામગીરી અને અહેવાલ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને આપશે, જેથી નર્મદા કેનાલમાંથી થતી પાણીની ચોરી ઉપરાંત સજ્જડ નિયંત્રણ આવવાની સાથે પશ્ચિમ કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી નિયમિત પાણી પૂરવઠો પહોંચાડી સમગ્ર કચ્છમાં પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કટ્ટીબધ્ધતા વ્યકત કરાઇ છે.
Loading...

આ સિવાય, અછત શાખાના જણાવ્યા અનુસાર હાલે કચ્છમાં કાર્યરત ૪૫૬ કેટલ કેમ્પ અને ૧૫૫ ગૌશાળા-પાંજરાપોળોમાં ૪,૧૦,૨૯૫ પશુધનનો સુચારૂ નિભાવ કરાઇ રહ્યો છે. ઉપરાંત જે ગામોમાં કેટલ કેમ્પ શરૂ થઇ ગયા છે એ ગામોના ઘાસડેપો અન્ય ઘાસડેપો સાથે વિલીનીકરણ કરાતાં ઘાસ વિતરણ સરળતાથી થઇ શકે તે માટે ૧૦ ઘાસડેપોના વિલિનીકરણ બાદ ૧૫,૯૯૫ જેટલાં ઘાસકાર્ડ જમા પણ લેવાયાં છે.

 
First published: May 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...