કચ્છ: મૂંગા ઢોર માટેનાં બે કેટલ કેમ્પમાં ગેરરીતિ જણાતા રદ કરાયા

જિલ્લા કલેક્ટર દ્વારા ગેરરીતિ જણાઇ ત્યાં સબસિડી કાપવાનો પણ હુકમ કર્યો છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 10:48 AM IST
કચ્છ: મૂંગા ઢોર માટેનાં બે કેટલ કેમ્પમાં ગેરરીતિ જણાતા રદ કરાયા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 10:48 AM IST
ભુજ: જિલ્લા કલેકટર દ્વારા કયાંય ઢોરવાડા સંચાલનમાં મંજૂરી હુકમોની શરતોનું પાલન ન કરાય તો જે-તે સંસ્થાના જવાબદાર ટ્રસ્ટીઓને તાકીદથી લઇને ઢોરવાડાની સબસીડી કાપવા કે અંતિમ નિર્ણય તરીકે ઢોરવાડો રદ્દ કરવા સુધીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે,

કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પાંચ ઢોરવાડા ચલાવતી સંસ્થાઓના સંચાલકો દ્વારા અનિયમિતતા સામે આવેલી ઢોરવાડાની ગેરરીતિની સુનાવણી જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા હાથ ધરાઇ હતી. આ સુનાવણીમાં કચ્છ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, નાના દિનારા તા. ભુજ સંચાલિત વીડી તા. અંજાર ખાતેના ઢોરવાડાની અંજાર પ્રાંત અધિકારી ડો. વિજય જોષી દ્વારા કરાયેલી તપાસણી દરમિયાન ઢોરવાડાની મંજૂરીની મુળ જગ્યાએથી એક વાડો ૧.૫ કી.મી. દૂર હોવા સાથે પશુ સંખ્યા ઓછી જોવા મળેલી હતી. આ વિસંગતતાઓ નજરે પડતાં તેમજ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલી મંજૂરી હુકમની શરતોનું સંબંધિત સંસ્થાનાં સંચાલકો દ્વારા ભંગ કરી ગેરરીતિ આચરાયેલી હોવાનું માલૂમ પડતા વીડીનો ઢોરવાડો રદ્દ કરવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વંગ ગામનો ઢોરવાડાનો પણ મંજૂરી હુકમની શરતોનાં ભંગ બદલ તંત્ર દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યો હતો. આ સંદર્ભ અછત શાખાના વધુમાં જણાવ્યા અનુસાર વંગ અને વીડી એમ બંને ગામોમાં રદ્દ કરાયેલા ઢોરવાડા સામે નવી સંસ્થાને એ જ ગામોમાં પશુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે નવા ઢોરવાડાઓની વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

જયારે સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ, ભગાડીયા, તા. ભુજ સંચાલિત સરસપર તા. ભુજ ખાતેના ઢોરવાડામાં આકસ્મિક તપાસ કરાતાં રર પશુઓની ઘટ જોવા મળી હતી. તે માટે પાંચ દિવસ સુધી રર પશુઓની સબસીડી કપાત કરી બાકીના પશુઓની સબસીડી ચૂકવવા નિયમાનુસાર કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.

જિલ્લા કલેકટર દ્વારા શ્રી અબડાસા તાલુકા ધિરાણ અને બચત સેવા સહકારી મંડળી, ડુમરા તા. અબડાસા સંચાલિત ડુમરાના ઢોરવાડામાં રપ પશુઓને ઇઅર-ટેગ લગાડેલા ન હોવાથી ફરીથી લગાડવા સાથે સંસ્થા દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને નીકળી ગયેલી ઇઅર-ટેગ ફરીથી લગાડવાની તાકીદ કરાઇ છે તથા સંસ્થા દ્વારા છાંયડાની વ્યવસ્થા કરાયેલ હોવાની રજૂઆત કરાયેલ જે બાબત પ્રાંત અધિકારી દ્વારા પુનઃ ચકાસણી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા હુકમમાં જણાવ્યું છે.

આ ઉપરાંત શ્રી વર્ધમાન પરિવાર, મુંબઈ સંચાલિત સણોસરા (તા. અબડાસા) મધ્યેના ઢોરવાડો પણ મંજૂર કરાયેલી મૂળ જગ્યાથી ઢોરવાડાનો એક વાડો ૧.૩ કી.મી. દૂર હોવાથી એ વાડામાં સમાવિષ્ટ તમામ ૯૭ પશુઓની સબસીડી ઢોરવાડાની મંજૂરીની તારીખથી કપાત કરવાનો હુકમ કરાયો છે. વિશેષમાં દિન-૩માં મૂળ ઢોરવાડાના સ્થળે પશુઓને લાવવાની વ્યવસ્થા કરાયાં બાદ પશુઓની સબસીડી ચૂકવવાની નિયમોનુસારની કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.
Loading...

આ ઉપરાંત, શ્રી સામખીયાળી વિશા ઓશવાળ મહાજન ટ્રસ્ટ, મુંબઇ દ્વારા સંચાલિત સામખીયાળી તા. ભચાઉના ઢોરવાડામાં તપાસણી દરમિયાન ઢોરો ઓછા મળેલ હોવાનું તેમજ મંજૂરી હુકમની તમામ શરતો મુજબ છાંયડો અને પાણીની વ્યવસ્થાનું પાલન સંસ્થા દ્વારા બાંહેધરી અપાયેલ હોઇ, સંસ્થા દ્વારા મંજૂરી હુકમની તમામ શરતોનું પાલન થયા બાદ પ્રાંત અધિકારી, ભચાઉની વિઝીટની તારીખથી સબસીડી ચૂકવવા નિયમોનુસાર કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા હુકમ કરાયો છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...