કચ્છમાં જિલ્લા બહારનાં લોકોને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખો તો નોંધણી કરાવવી ફરજિયાત

કચ્‍છ જિલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે.

News18 Gujarati
Updated: May 16, 2018, 9:55 PM IST
કચ્છમાં જિલ્લા બહારનાં લોકોને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખો તો નોંધણી કરાવવી ફરજિયાત
કચ્‍છ જિલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે.
News18 Gujarati
Updated: May 16, 2018, 9:55 PM IST
કચ્છ જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજીક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલિસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો-કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં આપવા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અને કલેકટરના રેમ્‍યા મોહન જાહેરનામા દ્વારા જણાવ્‍યું છે અને આ જાહેરનામું તા.૯/૭/૨૦૧૮ સુધી અમલમાં રહેશે.

એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, કચ્‍છ જિલ્‍લામાં ભૂકંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે. ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્‍લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે. પરિણામે જિલ્‍લામાં રાજય બહારના લોકોની આવન-જાવનનું પ્રમાણ વધ્‍યું છે અને રાષ્‍ટ્રવિરોધી પ્રવૃતિઓમાં જિલ્‍લા બહારના લોકોની સંડોવણી માલુમ પડી છે.”

જાહેરનામા મુજબ દરેક ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજય બહારના ડ્રાયવરો/કલીનરોની વિગત સંબંધિત પોલિસ સ્‍ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્‍યારબાદ વણ નોંધાયેલ ડ્રાયવર્સ-કલીનર્સ કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્‍યા અનુસાર કામે રાખેલ રાજય બહારના ડ્રાયવર્સ-કલીનર્સ પૈકી કોઇ છૂટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર માસે જે-તે વિસ્‍તારના નજીકના પોલિસ સ્‍ટેશનને પુરી પાડવાની રહેશે કોઇપણ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય બહારના ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં.

આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ઇસમ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામા દ્વારા જણાવાયું છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर