ભચાઉ: એક સાથે 10 લોકોની અર્થી ઉઠી, શિકરા ગામ હિબકે ચડ્યું

News18 Gujarati
Updated: April 16, 2018, 12:03 PM IST
ભચાઉ: એક સાથે 10 લોકોની અર્થી ઉઠી, શિકરા ગામ હિબકે ચડ્યું
News18 Gujarati
Updated: April 16, 2018, 12:03 PM IST
ભચાઉ: રવિવારે બનેલા ગોઝારા અકસ્માતે 10 લોકોના જીવ લેવાયા છે, જે તમામ લોકોની આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેને લઈને આખુ ગામ હિબકે ચડ્યું હતું. પટેલ પરિવારના 10 લોકોના અંતિમસંસ્કાર એક સાથે કરવામાં આવ્યા. આ અંતિમ યાત્રામાં આખુ ગામ જોડાયું હતું.

આ અંતિમયાત્રા નીકળતા ગામમાં માતમ છવાય ગયો હતો. કારણ કે એક સાથે એક જ પરિવારના 10 લોકોની અર્થી એક સાથે ઉઠી હતી. જેને લઈને આખુ ગામ શોકમગ્ન બન્યું હતું.

ગામના 10-10 લોકો અકસ્માતમાં મોતને ભેટતા આખા ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 મહિલા અને 1 બાળક સહિત 9 લોકો મોતને ભેટ્યા છે. જેને લઈને ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.એક જ પરિવારના 10 લોકોના મોતના થવાથી ટ્રેક્ટરમાં મૃતદેહોને સ્મશાનયાત્રામાં લઈ જવા પડ્યા હતા. આ કરૂણ દ્રશ્યો જોઈને તમારા પણ રૂવાળા ઉભા થઈ જશે. કારણ કે એક જ પરિવારના 10 લોકોની અર્થી એક સાથે ઉપડતા ગામમાં માતમ છવાય ગયો છે. આ અંતિમ યાત્રામાં ગામના લોકો  રામ બોલો ભાઈ રામ બોલી રહ્યાં હતા.ઉલ્ખનિય છે કે રવિવારે ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 10 લોકોનાં મોત થયાં હતા, તેમજ 4 વ્યક્તિને ઇજા થઈ છે, જેને લઈને ખળભળાટ મચી ગયો હતો.
Loading...આ પટેલ પરિવાર મામેરાના પ્રસંગે જઈ રહ્યો હતો. જે દરમિયાન ટ્રેક્ટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકન સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर