અતુલ વ્યાસ, જૂનાગઢ : હાલમાં શ્રાવણ (Shravan) અને સાતમ-આઠમના તહેવાર હોવાથી (Janmashtami) સૌરાષ્ટ્રમાં (Saurashtra) ઠેર ઠેર જુગટું ખેલાઈ રહ્યુ છે. ધર્મ અને આસ્થા સાથે પણ જોડાયેલો આ જુગાર પોલીસની (Police) નજરે તો ગુનો જ છે અને તેથી પોલીસ આવા શ્રાવણિયા જુગારને પણ બક્ષતી નથી અને દરોડા (Rain in Gamble) પાડી ખેલીઓને ઝડપી પાડતી હોય છે. જોકે, આ દરોડા ક્યારેક એવું સ્વરૂપ લઈ લે છે કે જેની કોઈએ કલ્પના ન કરી શકે અને જિંદગીભરનો રંજ રહી જાય તેવો અકસ્માત બની જાય છે. આવો જ એક કરૂણ અકસ્માત ગઈકાલે જૂનાગઢ જિલ્લાના મેંદરડા (Mendarda) તાલુકાના ખીજડીયા (Khijadiya village) ગામે થયો. અહીંયા જુગાર રમી રહેલા લોકો પોલીસને જોઈને ભાગ્યા અને ભાગવા જતા એક યુવકને કરન્ટ (Electric Shock) લાગ્યો અને તેનું મોત (Death) નીપજ્યું. ખીજડીયાના દેવશીને (Devsi Vakas) શ્રાવણિયો જુગાર રમવા જતા મોત મળ્યું જેના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો
બનાવની વિગત વાત કરીએ તો ગઈકાલે રાત્રિના રાંધણ છઠના રોટલા ખાઈને મેંદરડાના ખીજડિયા ગામે વાડીમાં 14 જેટલા લોકો જુગાર રમવા એકઠાં થયા હતા. બાજી જામી ગઈ હતી અને લોકો અંધકારમાં જુગારની મજા માણી રહ્યા હતા તેવામાં પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસની જોતા જ 10 જેટલા લોકો અંધારામાં ભાગ્યા હતા અને પોલીસ તેમની પાછળ દોડી હતી.
જોકે, રાત્રિનો અંધકાર હોવાથી પોલીસ તેમને પકડી શકી નહોતી. પરંતુ ભાગી રહેલા લોકો પૈકીનો દેવશી નસીબનો બળિયો નીકળ્યો. દેવશી વકાસ નામના 24 વર્ષના યુવકને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તે પોલીસથી બચવા ભાગી રહ્યો છે અને તેનો જીવ જતો રહેશે. વાડીની ફેન્સિંગનો કરન્ટ જીવલેણ સાબિત થયો
બન્યું એવું કે ટોળામાનો એક આ યુવક ભાગતા ભાગતા અંધારામાં વાડીની ફેન્સિંગ સાથે ટકરાઈ ગયો. ખેડૂતો ફેન્સિંગમાં પ્રાણી અને પશુના આતંકથી પાકની રક્ષા કરવા માટે ઇલેક્ટ્રિક્ કરન્ટ મૂક્યો હતો. આ કરન્ટ લાગતાની સાથે જ દેવશી ફેંકાઈ ગયો અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું.ઘટનાક્રમ અંધકારમાં એટલો તેજીથી થયો કે કોઈ કઈ સમજી શક્યું નહીં. દરમિયાન દરોડા વખતે જુગાર રમી રહેલા 14 પૈકીના 10 વ્યક્તિ તો ભાગવામાં સફળ પણ રહ્યા. જ્યારે 4 વ્યક્તિ ઝડપાઈ ગયા.
ઘટના બાદ પોલીસ પણ આશ્ચર્ય સાથે આઘાતમાં હતી. પોલીસે દેવશી નામના આ યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં જુગાર રમવાની આ પરંપરાનો ભાગ બનેલા આ યુવકને જીવ ગુમાવાવનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ યુવક અપરિણીત હતો. ઘટના પગલે ખીજડિયા ગામમાં શોકનો માહોલ છે.