હળવદ: પિતાને ટિફિન આપવા જઈ રહેલ યુવાન માટે તૂટેલો પૂલ કાળ બન્યો, નદીમાં ડૂબી જવાની મોત


Updated: September 18, 2020, 6:51 PM IST
હળવદ: પિતાને ટિફિન આપવા જઈ રહેલ યુવાન માટે તૂટેલો પૂલ કાળ બન્યો, નદીમાં ડૂબી જવાની મોત
હાલ તૂટેલો પુલ મોતનો પુલ સાબિત થયો છે જેના લીધે સામાન્ય પરીવારને આશાસ્પદ યુવાનને ખોવાનો વારો આવ્યો છે.

હાલ તૂટેલો પુલ મોતનો પુલ સાબિત થયો છે જેના લીધે સામાન્ય પરીવારને આશાસ્પદ યુવાનને ખોવાનો વારો આવ્યો છે.

  • Share this:
અતુલ જોશી, મોરબી : હળવદના તૂટેલા પુલના કારણે અનેક અકસ્માતના બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે ત્યારે આજે બપોરના સમયે હળવદના મયુરનગરની નદીમાં ડુબી જવાથી યુવાનુ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મયુરનગરથી નદીના સામે કાંઠે મજુરીકામે ગયેલ માતા પિતાને ટીફિન દેવા જતો યુવાન નદીમાં ગરકાવ થયો હતો અને ડૂબી ગયો હતો, જેમાં યુવાન રાજુભાઇ છગનભાઇ મકવાણા ઉ.૨૦નુ નદિમા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

આજુબાજુના ગામેથી તરવૈયાની મદદથી નદી કાંઠે આવી મૃતદેહ શોધ્યો હતો ત્યારે આશાસ્પદ યુવાનના મોતથી નાના એવા મયુરનગર ગામ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચોસુરત: મહિલા ભાજપા કાર્યકર્તાની દાદાગીરીનો Video વાયરલ, મનપાના સ્ટાફ પર કર્યો હુમલો

જોકે મયૂરનગરના ગ્રામજનોએ ભૂતકાળમાં આ પુલ બનાવવા અનેક રજુઆત તંત્રને કરેલી છે ત્યારે મયુરનગર અને રાયસંગપર વચ્ચે પુલ ટુટેલો હોવાથી પાણીમા પસાર થઇને સમાકાંઠે જવુ પડે છે, ત્યારે તૂટેલા પુલને કારણે ગ્રામજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છતાં નિભર તંત્રના પેટનું પાણી હલતું નથી.
હાલ તૂટેલો પુલ મોતનો પુલ સાબિત થયો છે જેના લીધે સામાન્ય પરીવારને આશાસ્પદ યુવાનને ખોવાનો વારો આવ્યો છે. હાલ યુવાનના મૃતદેહને પીએમ અર્થે હળવદ હોસ્પિટલે ખસેડી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: September 18, 2020, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading