Home /News /kutchh-saurastra /નારી ગૌરવ દિવસ: 295 મહિલાઓને રૂ. 2.95 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરાયું

નારી ગૌરવ દિવસ: 295 મહિલાઓને રૂ. 2.95 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરાયું

X
જુનાગઢમાં

જુનાગઢમાં નારી ગૌરવ દિવસની ઉજવણી

જૂનાગઢ શહેરમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્ટેજ ઉપર મહિલાઓને ખાસ સ્થાન અપાયું હતું,

  જુનાગઢ : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં આજરોજ તા.૪થી ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢ શહેરની ૨૯૫ મહિલાઓને રૂા. ૨.૯૫ કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરાયુ છે. લોનનું વ્યાજ સરકાર દ્વારા ભરાશે. આ તકે ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાયના અને વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્રો અપાયા હતા.

  જૂનાગઢ શહેરમાં આવેલા શામળદાસ ગાંધી ટાઉનહૉલ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી  મેયર હિમાંશુ પંડ્યા, જિલ્લા કલેક્ટર રચિત રાજ,  મ્યૂ.કમિશ્નર આર.એમ. તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઇ ઘુલેશીયા તથા કોર્પોરેટરો અધિકારીઓ સહભાગી થયા હતા. આ ઉપરાંત બહોળી સંખ્યામાં જૂનાગઢ શહેર સહિત આજુબાજુ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય પંથકની બહેનોએ હાજરી આપી.

  નારી ગૌરવ દિવસ ઉજવણીમાં સ્ટેજ ઉપર મહિલાઓને ખાસ સ્થાન અપાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી વાસણભાઈ આહિર સાથે મહિલા અગ્રણી અને મહિલા કોર્પોરેટરને સ્ટેજ પર ખાસ સ્થાન આપવા સાથે મહિલા કલ્યાણના લાભોનું તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર જૂનાગઢના પ્રથમ મહિલા મેયર રહી ચૂકેલા મહિલા અગ્રણી શ્રીમતી જ્યોતિબેન  વાછાણી, પૂર્વ મેયર અને કોર્પોરેટર આધશકિતબેન મજમુદાર, કોર્પોરેટર પલ્લવીબેન ઠાકર, ભારતીબેન ત્રાંબડીયા, ગીતાબેન પરમાર, ભાવનાબેન હિરપરા, શારદાબેન પુરોહિત, લાભુબેન મોકરિયા, ભાનુબેન ટાંક, શિલ્પાબેન જોશી, ઇલાબેન બાલસ, પ્રફુલ્લાબેન ખેરાળા  સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

  આ પ્રસંગે  મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા મંત્રી વાસણભાઇ આહિરે કહ્યું કે, દિકરીના જન્મથી લઇ તેનું શિક્ષણ પુરૂ થાય ત્યાં સુધીની કાળજી સરકાર દ્વારા લેવામાં આવે છે. એટલું જ નહિં તેમને પગભર બનાવવા અનેક મહિલાલક્ષી યોજનાઓ વર્તમાન સરકારે અમલી બનાવી છે. મેયર ધીરૂભાઈ ગોહેલએ જૂનાગઢ કોર્પોરેશન દ્રવારા રૂા ૫૦૯ કરોડના વિકાસકામો હાલ કાર્યરત છે, તેમ જણાવી ઉમેર્યું કે, આપણે સૌના સાથ સૌના સહકારથી વિકાસના નવા સોપાનો સર કરવા છે. મહિલા અગ્રણી જયોતિબેન વાછાણીએ રાજય સરકારની મહિલા કલ્યાણની યોજનાઓની વિગતો આપી હતી.

  નારી ગૌરવ દિન નિમિત્તે મુખ્યમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહળે અને આભારદર્શન પ્રોજેક્ટ ઓફિસર નિશાબેન ધાધલે કર્યું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Distribution, Stage, મહિલા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन