જૂનાગઢ સિવિલના પાંચમાં માળેથી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ, ચોકીદારે બચાવી

હોસ્પિટલમાં દાખલ મહિલાએ પાંચમા માળેથી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ચોકીદારની સમય સુચકતાના કારણે તેનો જીવ બચી ગયો હતો.

News18 Gujarati
Updated: June 15, 2019, 4:01 PM IST
જૂનાગઢ સિવિલના પાંચમાં માળેથી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ, ચોકીદારે બચાવી
પાંચમા માળેથી કૂદતી મહિલાની તસવીર
News18 Gujarati
Updated: June 15, 2019, 4:01 PM IST
અતુલ વ્યાસ, જુનાગઢઃ સામાન્ય રીતે બીમારીથી કંટાળીને દર્દીઓ હોસ્પિટલમાં જ આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બની છે. જ્યાં હોસ્પિટલમાં દાખલ મહિલાએ પાંચમા માળેથી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ચોકીદારની સમય સુચકતાના કારણે તેનો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે, મહિલાએ પાંચમા માળે એડમિટ હતી. તેણે આજે શનિવારે હોસ્પિટલની અગાસી ઉપર ચડી ગઇ હતી. અગાસી ઉપરથી કૂદકો મારવાની તૈયારી કરી હતી. જોકે, હોસ્પિટલના ચોકીદાર આ મહિલાને જોઈ ગયો હતો. અને અન્ય લોકોને મદદ માટે બોલાવી લીધા હતા. મહિલાને સમજાવીને બે યુવકોએ બચાવી લીધી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસથી મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે એ પણ જાણવા મળ્યું હતું કે મહિલાએ આ બીજી વખત આત્મહત્યાનું પગલું ભર્યું છે. આ મહિલા શહેરમાં રહેતા ભદ્ર સમાજની હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ અંગે માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી.

આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલની નીચે લોકોના ટોળા એકઠાં થયા હતા. મહિલાને બચાવવાની ઘટનાને ટોળામાં રહેલા વ્યક્તિએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...