ભેસાણ : પોલીસ સ્ટેશન પરથી કૂદી મહિલા GRDનો આપઘાતનો પ્રયાસ, સહકર્મી સામે કરી દુષ્કર્મની ફરિયાદ

ભેસાણ : પોલીસ સ્ટેશન પરથી કૂદી મહિલા GRDનો આપઘાતનો પ્રયાસ, સહકર્મી સામે કરી દુષ્કર્મની ફરિયાદ
ભેસાણ પોલીસ મથક અને આરોપીની ફાઇલ તસવીર, સહકર્મી સાથે દુષ્કર્મના આરોપ લાગતા જૂનાગઢ ડીવાયએસપી જાડેજા પણ ભેસાણ દોડી આવ્યા હતા.

GRD મહિલાએ પોલીસ સ્ટેશન પરથી લગાવી છલાંગ, સહકર્મીએ મૈત્રી કરાર કરી જબરદસ્તી દુષ્કર્મ આચર્યુ અને તરછોડી દીધી હોવાની FIR

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢ (Junagadh) જિલ્લાના ભેસાણ પોલીસ (Bhesan) સ્ટેશનની (Police station) છત પરથી ગઈકાલે એક મહિલા જીઆરડીએ (Woman GRD) કૂદકો મારી આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો. ઘાયલ GRD મહીલા ને પ્રથમ સારવાર ભેંસાણ આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
  હતી. દરમિયાન આ બનાવ બાદ આ મામલે મહિલા જીઆરડીએ તેના સહકર્મી સામે દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધાવી છે. સહકર્મી જયદીપ પરમારે મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ મહિલાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ અને જબરદસ્તી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ મામલે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જોકે, મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.  બનાવની વિગતો એવી છે કે ગઈકાલે મોડી સાંજે ભેસાણ પોલીસ મથક પરથી મહિલા જીઆરડીએ કૂદકો માર્યો હતો. નીચે પટકાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી ત્યારે વધુમાં તપાસ કરતા આ મહિલાએ તેના જ સહકર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ નોંઘાવેલી એફઆઈઆરમાં સહકર્મી જયદિપ પરમાર પર આક્ષેપ કરતા કહ્યું કે 'તે પોતાના માતાપિતા સાથે રહે છે અને વર્ષ 2015માં તેનું લગ્ન થયું હતું. લગ્ન બાદ તેને સંતાનમાં એક પુત્ર છે. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા તેણે છૂટાછેડા લઈ લીધા હતા. દરમિયાન થેલેસેમિયાની સારવાર દરમિયાન તેના સંતાનનું મૃત્યુ થયું હતું.

  દરમિયાન મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેને સહકર્મી જયદિપ વીરજીભાઈ પરમાર સાથે છેલ્લા દોઢ વર્ષથી મૈત્રી હતી અને બંનેએ 31મી મેના રોજ મૈત્રી કરાર કરી લીધો હતો. દરમિયાન ગત 6 જૂનના રોજ સવારના અઢી ત્રણ વાગ્યાના સુમારે જયદીનો ફોન આવેલો અને તે મહિલાના ઘરની બહાર આવ્યો હતો અને મહિલા સાથે ગાળાગાળી કરી હતી તેમજ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો.

  આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યા BJPની નગરસેવિકાના પતિએ કરાવી, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  મહિલાના આક્ષેપ મુજબ જયદિપે તેને જેતપુરના આશિર્વાદ ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ભાટગામના રસ્તે કોઈની વાડીએ લઈ જઈ અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું.

  ત્યારબાદ વહેલી સવારે તે જેતપુરના ઉત્સવ ગેસ્ટહાઉસમાં લઈ આવ્યો હતો અને મહિલાને જાતિ વિષયક ટીપ્પણી કરીને કહ્યું હતું કે કે તને મારા માતાપિતા નહી અપનાવે જેથી તું તારા માતાપિતાના ઘરે જતી રહે. ત્યારબાદ જયદીપ મહિલાને પોલીસ મથકની બહાર મૂકીને જતો રહ્યો હતો.

  આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

  આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

  આ ઘટના બાદ મહિલાએ તેના ભાઈને અને સમાજના આગેવાનોને બોલાવી અને પોલીસ મથકે લઈ આવી હતી અને જયદીપને તેને અપનાવી લેવા માટે દબાણ કર્યુ હતું. જોકે, આ ઘટના બાદ અચાનક ગઈકાલે સાંજે મહિલાએ ભેસાણ પોલીસ મથક પરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરી લેતા મામલો ગરમાયો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના સહકર્મી જયદિપ પરમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 376(2), 504, 506 (2), એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
  Published by:Jay Mishra
  First published:June 11, 2021, 13:24 pm