Home /News /kutchh-saurastra /

ટ્રેકીંગ પ્રવૃતિ સાથે બોરદેવી રૂટ પરની સફાઇ કરી, તાલીમાર્થીઓએ જંગલમાં આ વસ્તુ ન કરવા અંગે સંદેશો આપ્યો

ટ્રેકીંગ પ્રવૃતિ સાથે બોરદેવી રૂટ પરની સફાઇ કરી, તાલીમાર્થીઓએ જંગલમાં આ વસ્તુ ન કરવા અંગે સંદેશો આપ્યો

Bordevi Cleaning

પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ ટ્રેકિંગ પ્રવૃત્તિ દરમિયાન બોરદેવી રૂટ પરની સફાઈ કરવામાં આવી...

  Junagadh News: વિશ્વમાં પ્રવાસન માટે લોકોની પહેલી પસંદ પહાડો છે, તેમજ પર્વતો પર ઘણા પ્રકારની સાહસિક રમતોનું પણ આયોજન થાય છે. દુનિયામાં પર્વતો ન હોય તો, આ દુનિયા કેટલી અધુરી હોય! જ્યારે પર્વતો સુંદરતા, ઊંચાઇ અને મક્ક્મતાનું પ્રતિક છે. ઘણા લોકોનું જીવન તેના પર નિર્ભર છે. લોકો પહાડો પર રહીને પોતાનું જીવન વિતાવી નાખે છે, તેઓ અહીં ખેતી કરીને રોજગારી પણ મેળવે છે. પહાડો પર પશુપાલન પણ કરવામાં આવે છે, તેથી પર્વતોનું સંરક્ષણ એક એવો વિષય છે કે, જેના પર હાલના હવામાન પરિવર્તનને ધ્યાનમાં રાખીને પ્રકાશ પાડવો જરૂરી છે. સમગ્ર વિશ્વ 11મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્ર્રીય પર્વત દિવસની ઉજવણી કરે છે. એવામાં આ દિવસનું મહત્વ સમજવું અને ઇતિહાસ જાણવો એ ખુબજ જરૂરી છે.

  પર્વતીય વિસ્તારોની કાળજી રાખવામાં આવે તે ખુબ જ મહત્વપુર્ણ છે, તેથી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2002 ને યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ યર ઓફ માઉન્ટેન્સ તરીકે જાહેર કર્યુ અને 11 ડિસેમ્બરે 2003 થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ (International Mountain Day) ઉજવવાનો સંકલ્પ કર્યો. દર વર્ષે દુનિયાભરમાંથી અનેક લોકો પર્વતોનાં સંરક્ષણ માટે આગળ આવે છે. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, ઘણાં લોકોનું જીવન પર્વતો સાથે જોડાયેલું છે. આબોહવા અને ભુગર્ભ પરિવર્તનને કારણે પર્વતોની ભૌગોલિક સ્થિતિ બદલાઇ રહી છે. પર્વતીય વિસ્તારોમાં વિકાસ ચાલુ છે, તેથી આ વિસ્તારોમાં પર્યાવરણની સુરક્ષા થાય તે જરૂરી છે. પહાડો સાથે જોડાયેલા લોકોએ પહાડો પ્રત્યેની પોતાની જવાબદારી સમજવી જોઇએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

  આ પણ વાંચો: રાજકોટ: શ્રમિક પરિવારના ઘરમાં લાગી આગ, 7 લોકો દાઝ્યા, દીકરીનું બળીને ભડથું થતા મોત

  આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી માટે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી વિવિધ થીમ પર International Mountain Day ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા પસંદ કરાયેલ થીમ Sustainable Mountain Tourism છે.

  આ પણ વાંચો: વલસાડ: 4 દિવસના બાળકની ચોરી કરીને ફરાર મહિલા ઝડપાઇ, ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો

  ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા ઇન્ડીયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન વેસ્ટ ઝોનનાં સહયોગથી Sustainable Mountain Tourism ની થીમ પર ટ્રેકીંગ પ્રવૃતિ સાથે ટ્રેકીંગ (બોરદેવી) રૂટ પરની સાફ સફાઇ કરવામાં આવી. જેમાં 69 જેટલા તાલીમાર્થી ભાઇઓ અને 8 માનદ ઇન્સ્ટ્રક્ટરમાં ભરતસિંહ પરમાર, કાનજી ઢાપા, રામ ચંન્દ્રવાડિયા, હસમુખ વેગડ, કુનિત રાણા, પરમાર ચિમન, પરમાર આરતી, કૈલાસ ગોહિલ જોડાયા હતા અને લોકોને વન વિસ્તારમાં પ્રવેશતી વખતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટેનો મેસેજ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડએ સંભાળેલ હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Junagadh news, જૂનાગઢ

  આગામી સમાચાર