જૂનાગઢમાં આનંદો; જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, જુઓ અદ્દભુત Video
જૂનાગઢમાં આનંદો; જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, જુઓ અદ્દભુત Video
Willingdon Dam Junagadh
Junagadh Willingdon Dam Video : જૂનાગઢવાસીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે, પ્રકૃતિનો ખજાનો અને જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે, જુઓ આ રહ્યાં સુંદર દૃશ્યો
junagadh willingdon Dam, જૂનાગઢ જિલ્લામાં (Junagadh) સતત બે દિવસથી અવિરત વરસી રહેલા વરસાદથી (Rains) જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ( willingdon Dam) ઓવરફ્લો થયો છે, જેને લઈને જૂનાગઢવાસીઓમાં અનોખી ખુશી જોવા મળી રહી છે.
ગત રવિવારથી સતત વરસી રહેલા વરસાદથી જૂનાગઢ જિલ્લામાં તા.12મી સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા થી તા.13મી સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં 6.48 ઇંચ વરસાદ પડવાથી જૂનાગઢના રસ્તા નદીમાં ફેરવાયા હતા, જ્યારે ગિરનાર પર પડેલ વરસાદને કારણે સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું છે, જ્યારે જૂનાગઢમાં ફરવાલાયક સ્થળ તરીકે સુવિખ્યાત વિલીંગ્ડન ડેમ વ્હેલી સવારથી ઓવરફ્લો થઈ ચૂક્યો છે.
ઘણા લાંબા સમય પછી ઓવરફ્લો થયેલા વિલીંગ્ડન ડેમને નિહાળવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી પડ્યાં હતાં. ચોમાસાના અંતે અને ભાદરવા માસની શરૂઆતમાં થયેલાં અનરાધાર વરસાદથી ધરતીપુત્ર ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.
વિલીંગ્ડન ડેમની ખાસિયત:
વિલીંગ્ડન ડેમ એ દાતાર પર્વતની તળેટીમાં ગિરનારની પ્રકૃતિના ખોળે આવેલું એક મહત્વનું પર્યટન સ્થળ છે, આ ડેમની ઊંચાઈ અંદાજીત 43 ફૂટ જેટલી છે. જેમાં મગર સહિતના અનેક જળચર જીવો વસવાટ કરે છે. મહાબતખાનજી ત્રીજાના હસ્તે આ ડેમનો પાયો નખાયો હતો, જેને બનાવવા તે સમયે 8 લાખ 53 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. 10 જાન્યુઆરી, 1936 ના રોજ વાઇસરોય લોર્ડ વિલીંગ્ડનના હસ્તે આ ડેમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું, જેથી તેનું નામ વિલીંગ્ડન ડેમ પડ્યું હોવાનું કહેવાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર