Home /News /kutchh-saurastra /

આનંદો! જુનાગઢ સક્કરબાગમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, 9 ઓક્ટોબર સુધી તમામ લોકોને Free પ્રવેશ, Video

આનંદો! જુનાગઢ સક્કરબાગમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી, 9 ઓક્ટોબર સુધી તમામ લોકોને Free પ્રવેશ, Video

Sakkarbaugh

Sakkarbaugh Zoo

જૂનાગઢમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સક્કરબાગમાં આગામી તા.9મી ઓક્ટોબર સુધી તમામ લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

    જુનાગઢ : આપણી પૃથ્વી ઉપર વસતા અનેક જીવોમાં વન્યજીવ સૃષ્ટિ હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહી છે, ત્યારે વિલુપ્ત થતી વન્ય પ્રજાતી અંગે લોકોમાં જાગૃતિ કેળવવા વન વિભાગ દ્વારા દર વર્ષે તારીખ 2જી ઓક્ટોબર થી 9મી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે સંદર્ભે જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

    વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ સક્કરબાગમાં આજરોજ તા.2 ઓક્ટોબર થી આગામી તા.9 ઓક્ટોબર સુધી તમામ લોકોને નિઃશુલ્ક પ્રવેશ મળશે. દર વર્ષે તા.2 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વન્ય પ્રાણીઓ વિશે વધુને વધુ લોકો માહિતગાર થાય તે માટે અનેક કાર્યક્રમો કરવા સાથે સક્કરબાગમાં તમામ લોકોને ફ્રિમાં પ્રવેશ આપવામાં આવશે.

    આગામી તા.6ઠ્ઠી ઓક્ટોબર ને બુધવારના દિવસે સક્કરબાગ બંધ રહેશે. જેની નોંધ લઈને બાકીના દિવસોમાં એટલે કે તા.2જી ઓક્ટોબર થી 9 ઓક્ટોબર સુધી સવારના 9 થી બપોરના 2 સુધીમાં અનેક પ્રવાસીઓ સક્કરબાગની મુલાકાત કરશે અને વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીમાં ભાગરૂપ બનશે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન જૂનાગઢ તેમજ આજુબાજુની અનેક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ સક્કરબાગ ઝૂ ની મુલાકાત કરીને જાણકારો પાસેથી વાઈલ્ડ લાઈફ વિશે વિગતવાર માહિતી મેળવતા હોય છે. આ ઉપરાંત વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, ડ્રોઇંગ કોમ્પિટીશન, ક્વિઝ કોમ્પિટીશન વગેરેનું પણ આયોજન થયું છે. જેનું પરિણામ આગામી તા.9મી ઓક્ટોબર ના રોજ જાહેર કરીને વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Junagadh Latest News, Junagadh news, Junagadh Sakkarbaug, Wildlife, જુનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन