અતુલ વ્યાસ જૂનાઢ : પતિ-પત્નીના ઝઘડાં એ કોઈ નવી બાબત નથી અને ઘરમાં આ પ્રકારના ઝઘડા થતા રહેતા હોય છે.જોકે, મોટાભાગે ઘરકંકાસમાં થતા ઝઘડામાં મહિલાઓ પર અનહદ અત્યાચાર થતા હોય છે. મહિલાઓ આવા ઝઘડામાં હિંસાનો ભોગ બનતી હોય છે પરંતુ જૂનાગઢ શહેરમાં થયેલા એક ઝઘડામાં પત્નીએ ઘર કંકાસમાં પતિની પિટાઇ કરી છે. પત્નીના મારથી પતિને ઇજા પણ પહોંચી છે અને સમગ્ર મામલો જૂનાગઢના બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી ગયો છે.
જૂનાગઢ શહેરમાં (Junagadh) એક વિચિત્ર કીસ્સો સામે આવ્યો છે, જેમા પત્ની એ પોતાના પતીને (Wife beaten Husband) ધોકા વડા માર મારતા પતીને ડાબા હાથમાં ઈજા થઈ છે અને તેની સાસુને પણ માર મારતા ઈજાગ્રસ્ત પતિએ પોતાની પત્ની વિરૂધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બનાવની વિગત પ્રમાણે શહેરના જોશીપરા વિસ્તારમા રહેતા પતિ-પત્ની વચ્ચે યુવકના માતાપિતાને લઈ ઝગડો થતો હતો પણ ઝઘડો આવુ રૂપ ધારણ કરશે તે માન્યામાં આવે તેમ નહોતું
ગઈ કાલે પરિણીતાનો પતિ પોતાના પિતા સાથે ફોન પર વાત કરતો હોય તેની પત્નીથી સહન થયુ નહોંતુ અને ધોકા વડે પોતાના પતિને માર મારતા પતિને ડાબા હાથમાં ઈજા થઈ હતી. આ બનાવનું કારણ માત્ર એક જ હતું કે પોતાનો પતિ તેના માતાપિતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખે નહીં.
આ મુદ્દે બન્ને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો પણ ઘરનુ વાતાવરણ બગડે નહી તે માટે યુવક ખાનગીમાં પોતાના પિતાને ફોન કરતો તે પણ તેની પત્નીથી સહન ન થતા તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ અને પોતાના પતિને ઝૂડી નાખ્યો હતો. થોડા સમય પહેલા યુવકની માતા એટલે પોતાની સાસુને પણ માર માર્યાની ફરિયાદ પતિએ નોંધાવી છે.
હજુ આઠ માસ પહેલા બન્નેના લગ્ન થયા હતા અને બન્ને પરીવારથી અલગ રહેતા હતા. તો પણ પત્નીને પોતાનો પતિ તેના માતાપિતા સાથે સંબંધ રાખે તે ગમતું નહોતું. ભદ્ર સમાજમાં બનેલો આ કિસ્સો આજના સમય માટે લાલબત્તી સમાન છે. કે આજે પણ પરિણીત યુવતીઓ સંયુક્ત કુટુંબમાં રહેવાને બદલે અલગ રહેવા માંગે છે. હાલ બી ડીવીઝન પોલીસે યુવકની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર