Home /News /kutchh-saurastra /

રખડતા પશુઓ અને રસ્તામાં ઘાસચારો નાંખતા લોકો વિશે જૂનાગઢ મેયર શું બોલ્યાં? જુઓ - વીડિયો

રખડતા પશુઓ અને રસ્તામાં ઘાસચારો નાંખતા લોકો વિશે જૂનાગઢ મેયર શું બોલ્યાં? જુઓ - વીડિયો

જૂનાગઢના

જૂનાગઢના રસ્તે રઝળતા પશુઓ અને તેને ગમે ત્યાં ઘાસચારો નાખનારા લોકો વિશે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલએ કરી આ વાત..

જૂનાગઢના રસ્તે રઝળતા પશુઓ અને તેને ગમે ત્યાં ઘાસચારો નાખનારા લોકો વિશે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલએ કરી આ વાત..

    જૂનાગઢની હાલત ગામડા જેવી થઈ ગઈ છે, ગલી-ખાંચામાં તો ઠીક, પણ મુખ્ય રસ્તાઓ પર પણ અનેક રઝળતા પશુઓ પોતાનો અડિંગો જમાવીને બેઠાં રહે છે! પરિણામે અનેક વખત અકસ્માતોના દાખલા પણ સામે આવી રહ્યાં છે, ત્યારે જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલ દ્વારા રસ્તે પશુ રઝળતા પશુઓ અને તેને ગમે ત્યાં ઘાસ નાખનારા લોકો વિશે મહત્વની વાત રજૂ કરવામાં આવી છે.

    જૂનાગઢના રસ્તે રઝળતા પ્રાણીઓનું જોર બન્યું અસહ્ય:

    જૂનાગઢના મુખ્ય રસ્તાઓ પર બેસી રહેતાં ઢોર-ઢાંખર અનેક સમસ્યાઓ ઉભી કરી રહ્યાં છે. જેમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માત થવાની સંભાવના ખુબજ વધી રહી છે. રખડતા આંખલાઓની લડાઈમાં અનેક વાહનોમાં નુકસાન તથા લોકોને ઈજા પહોંચી હોય તેવા અનેક બનાવો બન્યાં છે, ત્યારે લોકોએ કરેલી અનેક વખત રજુઆત બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે.


    જૂનાગઢ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું:

    જૂનાગઢના રસ્તા પર રખડતા-ભટકતા પશુના કારણે જો કોઇને ઇજા કે અકસ્માત થશે તો, જે તે પશુ માલિકે વળતર ચૂકવવું પડશે. આ ઉપરાંત પશુ માલિક સામે ગુનાહિત બેદરકારી સબબ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ અંગેનું એક જાહેરનામું કમિશ્નર રાજેશ તન્નાએ બહાર પાડ્યું છે. જેમાં એવું પણ જણાવ્યું છે કે, ચોપગા પ્રાણીની મનપા કચેરી ખાતેથી નિયત ફોર્મ મેળવી આગામી તા.30 નવેમ્બર 2021 સુધીમાં નોંધણી કરાવી લેવી. આ નોંધણી માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.


    જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલએ રઝળતા પશુઓ અને તેના માલિકો વિશે કરી આ વાત:

    જૂનાગઢ માટે અસહ્ય બનેલી રઝળતા પશુઓની સમસ્યા વિશે, જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલએ કહ્યું કે, જૂનાગઢના રસ્તામાં જોવા મળતાં બિનવારસી ઢોર-ઢાંખર જ્યારે સામસામે આવે છે, ત્યારે રાહદારીઓ અને વાહનચાલકોને ખૂબજ તકલીફ પડે છે, અકસ્માત થાય છે. કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું સુવ્યવસ્થિત પાલન કરવું.

    મેયર દ્વારા કરવામાં આવી આ વિનંતી:

    જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલએ જાહેર જનતાને વિનંતી કરતાં જણાવ્યું કે, પાલતુ પશુઓ જ્યાં સુધી આપણને દૂધ આપે છે, જ્યાં સુધી તે આપણને ઉપયોગી થાય છે, ત્યાં સુધી આપણે તેને આશરો આપીએ છીએ. જ્યારે તે નકામા બને, ત્યારે તેને રસ્તે રઝળતા મૂકીને આપણે પાપના ભાગીદાર થઈએ છીએ. વળી પાછા એ રસ્તા પર વિયાય કે દૂધ આપવા લાગે, ત્યારે ફરી પાછા આપણે તેના માલિક બની જઈએ છીએ. મહેરબાની કરીને આવું પાપ કામ નહીં, કરો! આજે કેટલાં લોકોને આ રસ્તે રઝળતા પશુઓને કારણે ઇજા અને નુકસાન પહોંચ્યું છે. ભૂતકાળમાં થયેલ વિવાદને કારણે અધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી થતાં, જેથી માલિકો પોતપોતાના ઢોર બાંધી લે તેવી નમ્ર વિનંતી કરીએ છીએ.

    રસ્તા પર ઘાસ નાખનારા વિશે જૂનાગઢ મેયર શું બોલ્યાં:

    જૂનાગઢ મેયરે કહ્યું કે, રસ્તા પર ગાયોને ઘાસ નાખનારા લોકોને એવું લાગે છે કે, તેઓ પુણ્યનું કામ કરી રહ્યાં છે! પરંતુ જો ખરેખર તમારે પુણ્યનું કામ કરવું જ હોય તો, પાંજરાપોળ અને ગૌશાળામાં રહેતા પશુધનને ઘાસચારો ખવડાવો. રસ્તા પર ગમેં ત્યાં ઘાસચારો નાખવાથી ગંદકી ફેલાઈ છે, સાથોસાથ રસ્તા પર પશુઓનો વધારો થાય છે. પશુમાલિકો તેના પશુઓને રસ્તા પર એટલા માટે મૂકી જાય છે કે, તેના પશુઓને લોકો ચારો નાખે છે!
    First published:

    Tags: Junagadh Latest News, Junagadh news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन