કેશોદ : ધરતીકંપ બાદ જમીનમાંથી 50 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો? વીડિયો આવ્યો સામે

કેશોદ : ધરતીકંપ બાદ જમીનમાંથી 50 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો? વીડિયો આવ્યો સામે
પાણીનો ફૂવારો.

સૌરાષ્ટ્રમાં ગુરુવારે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો ત્યારે જ કેશોદ તાલુકાના એક ગામમાં જમીનમાંથી 50 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો છૂટ્યાનો બનાવ સામે આવ્યો છે.

  • Share this:
    જૂનાગઢ : સૌરાષ્ટ્ર (Saurashtra)માં આજે સવારે ભૂકંપનો તીવ્ર (Earthquake) આંચકો અનુભવાયો હતો. સવારે 7.40 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાજકોટ (Rajkot)થી 22 કિલોમીટર દૂરના અંતરે આવ્યું છે. ભૂકંપની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા (Keshod)ના રાણીકપરા ગામ ખાતે એક કુતૂહલ જગાવતો બનાવ સામે આવ્યો છે. ભૂકંપ આવ્યો ત્યારે જ અહીં જમીનમાંથી 50 ફૂટ જેટલો ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો. ફૂવારો ઉડ્યો તે જગ્યાએ બોર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    મળતી માહિતી પ્રમાણે કેશોદના રાણીકપરા ગામ ખાતે મેલડીમાતાજીના મંદિર પાસે એક બોરમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો હતો. આ ઘટના સવારે 7.40 વાગ્યાની હોવાનું કહેવામાં આવી છે. બરાબર આ જ સમયે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો પણ અનુભવાયો હતો. એટલે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપને કારણે આવું થયું હોઈ શકે છે.



    આ પણ વાંચો : અમદાવાદ : સાસુએ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે પકડી પાડી અને થઈ જોવા જેવી

    બીજી તરફ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજા મહેબના થયા છે. શરૂઆતથી જ અહીં સારો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે વિવિધ જળાશયો પણ ભરાયા છે. આથી પાણીનું સ્તર ઊંચું આવતા પણ આ ફૂવારો ઊડ્યો હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે ચામાસાની સિઝનમાં અનેક ગામોમાં ડંકી કે બોરમાંથી આપમેળે પાણી બહાર આવતા હોવાનો બનાવો બનતા હોય છે.

    રાણીકપરા ગામ ખાતે પાણીનો ફૂવારો ઊડ્યો હતો તેને દૂરથી પણ જોઈ શકાતો હતો. આ મામલે વાત કરતા કેશોદ તાલુકાના અજાબ ગામના અભય વ્યાસ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, "ધરતીકંપની આંચકો આવ્યો ત્યારે હું કેશોદથી અજાબ તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન મારી નજર પડતા જમીનમંથી અચાનક એક 50 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો હતો. મારું ધ્યાન પડતા મેં મોબાઇલમાં શૂટિંગ કરી લીધું હતું. એ નજારો ખરેખર અદભૂત હતો. અનેક લોકો ત્યાં એકઠા થયા હતા. વરસાદને કારણે કાદવ-કીચડ હોવાથી હું તે સ્થળ સુધી પહોંચી શક્યો ન હતો."
    Published by:Vinod Zankhaliya
    First published:July 16, 2020, 12:30 pm