જુનાગઢ શહેરમાં પાણીનો પોકાર, પાણી માટે વલખા

P
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનાગઢ શહેરમાં પાણીનો પોકાર, પાણી માટે વલખા
ઉનાળાના પ્રારંભે જુનાગઢ શહેરમાં પીવાના પાણીનો દેકારો બોલી ગયો છે અને મહિલાઓ પાણી માટે આમતેમ ભટકતી જોવા મળી રહી છે. એક તરફ કોર્પોરેશન દ્વારા અર્ધા જુનાગઢને પાણી આપે છે અને લોકો હાલ વહેચાતું પાણી લઇ લુટાઈ રહ્યાં છે.

ઉનાળાના પ્રારંભે જુનાગઢ શહેરમાં પીવાના પાણીનો દેકારો બોલી ગયો છે અને મહિલાઓ પાણી માટે આમતેમ ભટકતી જોવા મળી રહી છે. એક તરફ કોર્પોરેશન દ્વારા અર્ધા જુનાગઢને પાણી આપે છે અને લોકો હાલ વહેચાતું પાણી લઇ લુટાઈ રહ્યાં છે.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
જુનાગઢ# ઉનાળાના પ્રારંભે જુનાગઢ શહેરમાં પીવાના પાણીનો દેકારો બોલી ગયો છે અને મહિલાઓ પાણી માટે આમતેમ ભટકતી જોવા મળી રહી છે. એક તરફ કોર્પોરેશન દ્વારા અર્ધા જુનાગઢને પાણી આપે છે અને લોકો હાલ વહેચાતું પાણી લઇ લુટાઈ રહ્યાં છે. જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ થયો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાય છે. ખાસ કરીને નવા સમાવાયેલા વિસ્તારમાં પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યુ છે. સ્થાનિકોનો આક્રોશ છે કે, તમામ પ્રકારના વેરા ભરવા છતાં કોર્પોરેશન તરફથી તેમને ઉપેક્ષાભર્યા વલણનો સામનો કરવો પડે છે. અહીની મહિલાઓનો મોટાભાગનો સમય પાણીની વ્યવસ્થા કરવામાં વેડફાય છે. જુનાગઢ શહેરમાં પાણી સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, નવા ભળેલા વિસ્તારને પાણી મળતું નથી, તો જુના જુનાગઢમાં પણ પાણી માટે મહિલાઓ બેડા ખખડાવે છે. જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણીની તંગી સર્જાય છે અને જ્યાં કોર્પોરેશન દ્વારા ટાકા મુકવામાં આવ્યા છે. ત્યાં રેગ્યુલર પાણી ભરવામાં આવતું નથી અને જે પાણી આપવામાં આવે છે, તે પણ ગંદુ આપવામાં આવે છે, તેવો આક્ષેપ સ્થાનિક મહિલાઓ કરી રહી છે. જુનાગઢ કોર્પોરેશન દ્વારા માત્ર 40% માં જ પાણી વિતરણ કરી રહ્યું છે અને નવા ભળેલા વિસ્તારોના રહીશો તમામ વેરા ભરવા છતાં કોર્પોરેશનના પાણીથી વંચિત છે અને હાલ મહિલાઓ પાણી પ્રશ્ને રણચંડી બની છે, ત્યારે આગામી દિવસોમાં પાણી નેતાઓ ને પગે પાણી ઉતારશે કે કેમ તે જોવાનું રહ્યું.
First published: April 12, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...