ગજબનું તિકડમ! જૂનાગઢમાં ગેસનાં સિલિન્ડરમાંથી નીકળ્યું પાણી

એક તરફ જ્યાં દેશમાં રસોઈગેસના ભાવ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યાં બીજીબાજુ આવા તીગડમ સામે આવી રહ્યાં છે. (અતુલ વ્યાસ, જૂનાગઢ)

News18 Gujarati
Updated: December 7, 2018, 6:40 PM IST
ગજબનું તિકડમ! જૂનાગઢમાં ગેસનાં સિલિન્ડરમાંથી નીકળ્યું પાણી
જૂનાગઢમાં કિશોર સાવલીયા નામના માણસના ઘરમાં એક સિલિન્ડર લાવવામાં આવ્યો હતો.
News18 Gujarati
Updated: December 7, 2018, 6:40 PM IST
જૂનાગઢમાં એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ઘર વપરાશના સિલિન્ડરમાંથી ગેસનાં બદલે પાણી નીકળ્યું હતું. જે જોઇને લોકો આશ્ચર્ય પામ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં કિશોર સાવલીયા નામના માણસના ઘરમાં એક સિલિન્ડર લાવવામાં આવ્યો હતો. જે સગડી સાથે જોડ્યો તો પણ તે ચાલુ થયો ન હતો.

આ મામલામાં કિશોરભાઇ કહે છે કે, 'અમારા ઘરે ગેસ સિલિન્ડર ખાલી થઇ જતા અમે અમારા મિત્રના ઘરેથી ઇન્ડેન ગેસનો બોટલ લાવ્યો હતો. સિલિન્ડરનાં વાલને ઉપરથી દબાવતા તેમાંથી થોડુ પાણી નીકળ્યું હતું. જે પછી થોડુ વધારે દબાવતા તેમાંથી બીજુ પાણી નીકળ્યું હતું. બાદમાં બોટલમાં નોઝલને પ્રેસ કરી હતી તેમાંથી પાણીનો ફૂવારો નીકળ્યો હતો. સિલિન્ડરમાંથી બે ડોલ પાણી નીકળ્યું હતું.'

એક તરફ જ્યાં દેશમાં રસોઈગેસના ભાવ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યાં બીજીબાજુ આવા તીગડમ સામે આવી રહ્યાં છે. નોંધનીય છે કે લોકો 900 રૂપિયા ખર્ચીને ગેસ સિલિન્ડર મેળવી રહ્યાં છે.

ઈન્ડેન ગેસના સિલિન્ડરમાંથી પાણીનો ફુવારો છૂટ્યો


મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ગેસની બોટલમાંથી પાણી નીકાળતા આ લોકોએ હેરાન થયા હતાં. શંકા પડતાં જ એક વ્યક્તિએ બોટલમાં નોઝલને પ્રેસ કરી હતી જેમાંથી બાદમાં પાણીનો ફુવારો ચાલુ થઈ ગયો હતો. અંદાજે પાંચેક લિટર જેટલું પાણી આ ગેસની બોટલમાંથી નીકળ્યું હતું.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर