Junagadh lion and ox cctv video: જૂનાગઢ (Junagadh news) વિસાવદર તાલુકાના (visavadar) મોટા હડમતીયા ગામમાં ગત રાત્રે આવી ચડેલા સિંહ અને સિંહણે બળદનો શિકાર (lion hunting ox video) કરવાનો પ્રયત્ન પણ ન કરતા લોકો ચોકી ગયા છે.
અતુલ વ્યાસ, જૂનાગઢઃ વિશ્વમાં એશિયાઈ સિંહો (Asian lions) પ્રસિદ્ધ છે ત્યારે સિંહોના વીડિયો છાસવારે સોશિયલ મીડિયા (lion video viral) ઉપર વાયરલ થતાં હોય છે. ત્યારે તાજેતરમાં સિંહનો એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા (lion cctv video) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જૂનાગઢના (Junagadh) વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં સિંહના આંટાફેરા એ કી નવી વાત નથી જૂનાગઢ શહેરમાં પણ સિંહ જોવા મળી રહ્યા છે પણ વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામમાં ગત રાત્રે આવી ચડેલા સિંહ અને સિંહણે બળદનો શિકાર કરવાનો પ્રયત્ન પણ ન કરતા લોકો ચોકી ગયા છે.
શું જંગલનો રાજા શિકાર કરવાનું ભુલ્યો છે કે પછી કોઈ બીજું કારણ છે નાની ઉંમરના આ સિંહ સિંહણ પહેલા એક રોઝ પાછળ શિકાર માટે દોડ્યા હતા. પણ એ શિકાર ન કરી શક્યા પછી ગામમાં આવી ચડયા જ્યા એક બળદને બીમાર હોવાથી રાખવામાં આવ્યો છે. ત્યાં પહોંચેલા સિંહ અને સિંહણને જોઈ બળદ પણ સામે થતો હોવાનું જોવા મળે છે. જોકે સિંહ અને સિંહણ બંને બળદની આજુબાજુ દોડી રહ્યા છે. આમથી તેમ ભાગી રહ્યા છે.
વીડિયોમાં દેખાય છે એમ એક ઘર પાસે બળદ ઊભો છે. આ સમયે એક સિંહ અને સિંહણ આવી પહોંચે છે ત્યારે પોતાનો શિકાર મળી ગયો હોય એમ બંને બળદ ઉપર હુમલો કરીને પોતાનો આહાર બનાવવાની ફિરાકમાં હોય છે. સિંહ અને સિંહણ હુમલો પણ કરે છે. પરંતુ સતર્ક બળદ બંનેને હંફાવી રહ્યો હોય છે. ત્યારબાદ થાકીને સિંહ અને સિંહ ત્યાંથી જતા રહે છે.
ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા અમરેલીના ખાંભા નજીક એક સાથે 17 સિંહનું ટોળું દેખાયું હતું. પીપળવાથી ચતૂરી રોડ વચ્ચે મોડી રાત્રે 17 સિંહનું દુલર્ભ ટોળું જોવા મળ્યુ હતું. શિકારની શોધમાં સિહંનું ટોળું રોડ પર ચડી આવ્યુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તે સમયે રોડ પરથી પસાર થતા વાહનચાલકે પોતાના મોબાઇલ કેમેરામાં સિંહના ટોળાના વીડિયોને કેદ કરી લીધો હતો. બાદમાં જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અમરેલીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સમયાંતરે સિંહ જોવા મળી રહ્યા છે. જેને લઈને વાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર