Home /News /kutchh-saurastra /

વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાત, માતા-પુત્ર બાદ બાળકીનું પણ મોત

વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાત, માતા-પુત્ર બાદ બાળકીનું પણ મોત

માતા અને પુત્રીને સારવાર માટે જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

વિસાવદરના પિયાવા ગામની ઘટના, માતાએ દવા પીધી બે બાળકોને પણ દવા પીવડાવી

  અતુલ વ્યાસ જૂનાગઢ  : વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે. એક પરિવારની માતાએ બે બાળકોને દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ચકચારમચી જવા પામી છે.

  પ્રાપ્ત વિગતો મુજબ, માતાએ બે બાળકોને દવા પીવડાવી પોતે પણ દવા પી જતા એક બાળકીની હાલત ગંભીર હતી, જો સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું છે. માતા અને 6 વર્ષના બાળકનું મોત થયું છે. પિયાવા ગામથી તમામને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

  સામૂહિક આત્મહત્યાના આ બનાવની વિગતો એવી છે કે વિસાવદરના પિયાવા ગામે રહેતા સાવલિયા પરિવારની 35 વર્ષીય પરિણિતા મહિલા અરૂણા સાવલિયાએ પોતાના સંતાન લક્ષ દીકરી રાશી સાથે આજે સવારે સાત વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ લક્ષનું વિસાવદમાં જ મૃત્યુ થયું હતું જ્યારે અરૂણાબેન અને રાશીને વધારે સારવાર માટે જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જૂનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન અરૂણા બેનનું પણ મોત થયું હતું જ્યારે દીકરી રાશીને ગંભીર હાલતમાં હોસ્પિટલન ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું છે.

  આ ઘટના અંગે અરૂણાબેન સાવલિયાના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેમણે કંઈ પણ માહિતી ન હોવાનું રટણ કર્યુ હતું, જ્યારે સુત્રોના જણાવ્યા મુજબ, આ સામૂહિક આત્મહત્યાનું કારણ ગૃહકંકાસ હોવાનું બહાર આવ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ વિસાવદરમાં એક માતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં કુદીને મોતને વ્હાલુ કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Junagdh, Mass Sucide, Visavadar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन