નવતર વિરોધઃ એક બોરી લસણ આપીને ટ્રેક્ટરમાં પુરાવ્યું એક લીટર ડીઝલ!

News18 Gujarati
Updated: October 2, 2018, 12:27 PM IST
નવતર વિરોધઃ એક બોરી લસણ આપીને ટ્રેક્ટરમાં પુરાવ્યું એક લીટર ડીઝલ!
હર્ષદ રિબડિયા

વિસાવદરના ધારાસભ્ય તેમજ પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ હર્ષદ રિબડિયા ટ્રેકટ્રરમાં એક બોરી લસણ ભરીને પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યો હતા.

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આજે લસણના અપૂરતા ભાવ અને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારા અંગે નવતર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ મહામહેનતે પકવેલા લસણ માર્કેટિંગ યાર્ડોમાં કોડીના ભાવે વેચાઈ રહ્યું હોવાથી ખેડૂતોમાં ખૂબ આક્રોશ વ્યાપ્યો છે. તો બીજી તરફ દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય લોકો પરેશાન છે. તેના કારણે જીવનજરૂરી અન્ય વસ્તુઓના ભાવ વધી રહ્યા છે.

લસણની બોરી સાથે પેટ્રોલ પુરાવવા પહોંચ્યા ધારાસભ્ય

લસણની કિંમતના ભાવ ન મળવા અંગેનો વિરોધ કરવા માટે આજે વિસાવદરના ધારાસભ્ય તેમજ પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ હર્ષદ રિબડિયા ટ્રેકટ્રરમાં એક બોરી લસણ ભરીને પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યો હતા. પેટ્રોલ પંપ પર તેમણે એક બોરી લસણના બદલામાં એક લીટર ડીઝલ પુરાવ્યું હતું. તેમની સાથે અન્ય ખેડૂતો પણ જોડાયા હતા.ખેડૂતના પરિધાનમાં આવી પહોંચેલા ધારસભ્યએ લસણના ઓછા ભાવની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારાનો પણ વિરોધ કર્યો હતો. ધારાસભ્યનું કહેવું હતું કે એક તરફ ખેડૂતોને પાકના ભાવ નથી મળી રહ્યા જ્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ખેડૂતો 75 પૈસા કિલો લસણ વેચવા મજબૂર, સરકાર કહે છે કંઇક વિચારીશું!

ખેડૂતો 75 પૈસે કિલો લસણ વેચવા મજબૂર

તાજેતરમાં સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં લસણની હરાજી શરૂ થઈ છે. હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોએ 0.75 પૈસે એક કિલો લસણ વેચવા માટે મજબૂર બન્યા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લસણની ખેતી કરવામાં આવે છે.ખેડૂતોને લસણની જે કિંમત મળી રહી છે તેની સરખામણીમાં તેનો ઉત્પાદન ખર્ચ અનેકગણો વધારે છે.
First published: October 2, 2018, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading