Home /News /kutchh-saurastra /

કોંગ્રેસના MLAએ કહ્યું, 'અહીં BJPનું દાળિયું'ય ન આવે'

કોંગ્રેસના MLAએ કહ્યું, 'અહીં BJPનું દાળિયું'ય ન આવે'

હર્ષદ રિબડિયા

સીએમનો કાર્યક્રમ રદ થવા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, "સીએમ હેલિકોપ્ટરથી અહીં આવ્યા હતા. અહીં ઉતર્યા બાદ ખબર પડી કે ફક્ત 100 લોકો જ હાજર છે."

  અતુલ વ્યાસ, જૂનાગઢ : વિસાવદર ખાતે આજે(સોમવારે) સીએમ  વિજય રૂપાણીનો કાર્યક્રમ રદ થયો હતો. બીજેપીએ અહીં બક્ષીપંચ સંમેલન યોજ્યું હતું. સીએમના કાર્યક્રમ સાથે જ કોંગ્રેસ તરફથી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સીએમનો કાર્યક્રમ રદ થવા અંગે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપના કાર્યક્રમને લઈને તેમના કાર્યકરો પર પોલીસે દબાણ કર્યું હતું અને કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ મોકૂફ રાખવાની જણાવ્યું હતું.

  ભાજપે ખેડૂતોના બહું ધૂંબા માર્યા છે : હર્ષદ રિબડિયા

  સીએમનો કાર્યક્રમ રદ થવા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, "સીએમ હેલિકોપ્ટરથી અહીં આવ્યા હતા. અહીં ઉતર્યા બાદ ખબર પડી કે ફક્ત 100 લોકો જ હાજર છે. બીજેપીની સાથે સાથે અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ પણ હતો. પોલીસે અમારા કાર્યકરોને ધમકાવીને અમારો કાર્યક્રમ બંધ રાખવાનું કહ્યું હતું. પોલીસે ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ કુદરતનું કરવું કહો કે બીજું કંઈ ભાજપનો કાર્યક્રમ રદ થઈ ગયો છે. આ ખેડૂતોને વિસ્તાર છે. ખેડૂતના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધૂંબા માર્યા છે. તેમને ખબર જ હતી કે માણસો નહીં થાય."

  આ પણ વાંચો : જનતા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે : અમિત શાહ

  'અહીં ભાજપના દાળિયાય ન આવે'

  હર્ષદ રિબડિયાએ વધુમાં જણાવ્યું કે, "આ વિસ્તારમાં ખેડૂતોને બીજેપીએ ખૂબ હેરાન કર્યા છે. આજે લોકો સીએમના કાર્યક્રમમાં પાક વીમા અંગે રજૂઆત કરવાના હતા. આજે અહીં પાંચ હજાર લોકોનું જમણવાર પણ હતું. હું બીજેપીના લોકોને કહેવા માંગું છું કે આ ખેડૂતોનો વિસ્તાર છે, અહીં ભાજપનું દાળિયુંય ન આવે. મતપેટી ખુલે ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાને અહીં આવીને જોવું હોય જો જોઈ લે, અહીં અમે જીતવાના છીએ."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Harshad Ribadiya, Junagadh S06p13, Lok sabha election 2019, Vijay Rupani, કોંગ્રેસ, ધારાસભ્ય, સીએમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन