Junagadh News: પેપર લીક કાંડમાં (Paper Leak) જૂનાગઢ શહેરમાં જૂનાગઢ કોંગ્રેસ પાર્ટી (junagadh Congress) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જૂનાગઢ શહેરના ગાંધીચોકમાં આજે સવારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન (Violent protests) કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું, ત્યારે જૂનાગઢ પોલીસ (Junagadh Police) દ્વારા કોંગી કાર્યકરોની અટક કરીને, તેને શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યાં.
તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ગાંધીચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગી કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. ત્યારે ઉગ્ર બનેલા કોંગી કાર્યકરોની અટક કરવા માટે જૂનાગઢ પોલીસે સ્થળ પર જઈને કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરીને, પોલીસ વાહનમાં બેસાડી જૂનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યાં.
આ મુદ્દે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, પેપર લીક કરનારા ભાજપના મગરમચ્છોને પકડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ચેડા કરી રહી છે, બેરોજગાર યુવાનો સાથે મજાક કરી રહી છે, નવ-નવ વખત ગુજરાત સરકાર દ્વારા થયેલા પેપર લીક કૌભાંડ બહાર પડે, તેમ છતા જવાબદારો વિરુદ્ધ કોઈ કાયદેસરના પગલાં લઈ, જેલ હવાલે કરવામાં નથી આવતાં, ત્યારે આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યાં.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ગાંધીચોક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં કોંગી કાર્યકરો દ્વારા પેપર લીક મુદ્દે ધરણાં ચાલી રહ્યાં હતાં, ત્યારે સરકારે તેઓથી ડરીને તથા પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને કોંગી કાર્યકરોની ધરપકડ કરે છે, અટક કરે છે, ત્યારે વર્ષ 2022 માં ગુજરાતની જનતા સરકારને આનો જડબાતોડ જવાબ આપશે કારણ કે, હાલ વિદ્યાર્થીઓ, બેરોજગારો અને યુવાનોનો અવાજ દબાવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર