'વાયુ'ની અસર : આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: June 12, 2019, 9:41 AM IST
'વાયુ'ની અસર : આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ
ભારે વરસાદની આગાહી
News18 Gujarati
Updated: June 12, 2019, 9:41 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : 'વાયુ' વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર તૈયાર છે. હવામાન વિભાગ તરફથી તારીખ 12 જૂનથી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

12થી 14મી જૂન દરમિયાન જૂનાગઢ, દીવ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

12મી જૂન :12મી જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બરોડા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દીવ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ભારે વરસાદ પડી શકે છે.

13મી જૂન : બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, બરોડા, ભરૂચ, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, વલસાડ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દીવ, ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

14મી જૂન : આ દિવસે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
First published: June 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...