Home /News /kutchh-saurastra /જૂનાગઢ : વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વેક્સિનેશન કેમ્પ, આ હતી ખાસિયત

જૂનાગઢ : વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો વેક્સિનેશન કેમ્પ, આ હતી ખાસિયત

X
વિઠ્ઠલભાઈ

વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢમાં યોજાયો વેક્સિનેશન કેમ્પ; આ હતી ખાસિયત..

junagadh News : વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્ર  (Saurashtra)સહિત સમગ્ર ગુજરાત રાજ્યના રાજકારણમાં (Politics) એક કદાવર વ્યક્તિત્વ હતા. સૌરાષ્ટ્રના લોકો માટે રાદડિયા એક લોકનાયક હતા,

    ખેડૂત નેતા અને ગુજરાત સરકારમાં એક સમયે સિંચાઈ ખાતાના મંત્રી પદની જવાબદારી સંભાળનાર પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા (Vitthal Radadiya) રાજકીય ક્ષેત્રે એક આગવી નામના ધરાવતા હતા. વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્ર  (Saurashtra)સહિત સમગ્ર ગુજરાત રાજ્યના રાજકારણમાં (Politics) એક કદાવર વ્યક્તિત્વ હતા. સૌરાષ્ટ્રના લોકો માટે રાદડિયા એક લોકનાયક હતા, તો રાજકીય લોકો માટે રાદડિયાની છાપ અજાતશત્રુની હતી. તેઓ લડાયક ખેડૂત નેતા તરીકે પણ ઓળખાતા હતા.

    ગઇકાલે તા.29મી જુલાઇના રોજ વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ શહેરો સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વિવિધ કાર્યકર્મોનું આયોજન થયું હતું, જે પૈકી જૂનાગઢ શહેરમાં રાદડિયા પરિવાર જૂનાગઢ શહેર તેમજ બાપા સીતારામ ગૃપ-જૂનાગઢ દ્વારા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેનો મોતી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો.

    વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં આવેલ ક્યાડા વાડી, પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું. તા.29મી જુલાઇ ને ગુરુવારના રોજ યોજાયેલ આ કેમ્પ બપોરે 2 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો.

    રાદડિયા પરિવાર જૂનાગઢ શહેર તેમજ બાપા સીતારામ ગૃપ-જૂનાગઢ દ્વારા આયોજિત આ નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો, જે દરમિયાન મેડિકલની સ્ટાફની ટીમ નોઓ પણ અનેરો સહયોગ પ્રાપ્ત થયો હતો. બપોરે 2 વાગ્યા થી શરૂ થયેલ આ કેમ્પ સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત હતો, જે દરમિયાન કુલ 238 જેટલા લોકોએ કોરોનાની વેક્સિન મુકાવી હતી.

    ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિતે યોજાયેલ નિઃશુલ્ક વેક્સિનેશન કેમ્પ દરમિયાન રાદડિયા પરિવાર જૂનાગઢ શહેર તેમજ બાપા સીતારામ ગૃપ-જૂનાગઢ દ્વારા રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કેમ્પની શરૂઆત થઈ હતી. આ તકે બાપા સીતારામ ગૃપ-જૂનાગઢના સભ્યો દ્વારા દરેક લોકોએ વેક્સિન ફરજિયાત મુકાવવી જોઈએ, તેવો સંદેશ આપવામાં આવ્યો.
    First published:

    Tags: Vaccination

    विज्ञापन
    विज्ञापन