ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (GPSC) ભરતી પરીક્ષાના પેપર લીક (Paper Leak) કાંડમાં સંડોવાયેલા અસિત વોરાના રાજીનામાની માંગ દિવસેને દિવસે ઉગ્ર બનતી જાય છે.
Junagadh News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (GPSC) ભરતી પરીક્ષાના પેપર લીક (Paper Leak) કાંડમાં સંડોવાયેલા અસિત વોરાના રાજીનામાની માંગ દિવસેને દિવસે ઉગ્ર બનતી જાય છે. જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે આ મુદ્દે અનોખું પ્રદર્શન કરી સરકારની આંખ ઉઘાડવાનો (Protest) પ્રયાસ કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો (AAP) દ્વારા પેપર લીક કૌભાંડનું નાટ્યાત્મક પ્રદર્શન કર્યું હતું.
જૂનાગઢ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરના આઝાદ ચોક ખાતે આજરોજ તા.28મી ડિસેમ્બરના રોજ સવારે પેપર લીક કાંડ મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં કાર્યકરોએ આઝાદ ચોકમાં ઉભા રહીને '10 લાખમાં ભરતી પરીક્ષાનું પેપર', '15 લાખમાં ભરતી પરીક્ષાનું પેપર', 'અસિત વોરા રાજીનામું આપો!' જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતાં. સાથોસાથ રસ્તેથી પસાર થતાં લોકોને હાથમાં પેપર આપીને પેપર લીકનો નાટ્યાત્મક રૂપ પ્રદર્શિત કરીને, વિરોધ કર્યો હતો.
આ તકે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જે પેપર કૌભાંડ થયું છે, તેના મુખ્ય આરોપી અસિત વોરા રાજીનામુ આપે તેવી ઉગ્ર માંગ સાથે તેઓએ અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું. અસિત વોરાના કાર્યકાળમાં દસ-દસ વખત પેપર ફૂટવાની ઘટના બની છે. શા માટે ગુજરાત સરકાર તેનું રાજીનામુ નથી લેતી? શું અસિત વોરા પાસેથી ભાજપાને કઈ કમાણી છે?
આ પ્રકારના ઉગ્ર આરોપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર યુથ વિંગના પ્રમુખ કૃણાલ સોલંકી, વિવિધ મુદ્દાઓને લઈને છેલ્લાં 5 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. તેઓ માત્ર પાણી પીને ઉપવાસ કરી રહ્યાં છે. હાલ તેઓની તબિયત સ્થિર છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર