Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

Uncontrollable

Uncontrollable cow created terro

Junagadh News: જૂનાગઢના મોતીબાગ રોડ વિસ્તારમાં એક ગાય મારકણી બનતાં અનેક લોકોને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી, જુઓ Video

    જૂનાગઢ શહેરના મોતીબાગ રોડ પર આવેલ લક્ષ્મી નગર, આલ્ફા સ્કૂલ-1 પાસે એક ગાય ઘણાં લાંબા સમયથી રસ્તે નીકળતા વાહનચાલકોને પરેશાન કરે છે. મારકણી ગાયના આતંકથી સ્થાનિક લોકોમાં ફફળાટ વ્યાપી ગયો છે. જૂનાગઢમાં રખડતાં-ભટકતાં પશુઓના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે, ત્યારે તંત્રને પણ આ અંગે ઘણાં સમય પહેલા રજુઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તંત્ર આ મારકણી ગાયને પકડવામાં નિષ્ફળ રહ્યું છે.

    જે ગાય રસ્તેથી પસાર થતાં વાહનચાલકોને ટાર્ગેટ બનાવીને તેના પર જીવલેણ હુમલો કરે છે. વાહનચાલકોને અડફેટે લઈને દૂરદૂર સુધી ફંગોળી દે છે. મારકણી ગાયને લીધે ઘણાં લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, ઘણા લોકોના વાહનને પણ મોટાપાયે નુકસાન થયેલ છે. મારકણી બનેલી ગાયનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

    આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

    એક દિવસમાં અંદાજે ચાર જેટલાં અકસ્માત આ મારકણી ગાયને કારણે થયાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં બાઈકસવાર કપલને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી છે, ત્યારે બાઈકચાલક પુરુષને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જે પછી અન્ય વાહનચાલકોને અડફેટે લેતાં તેઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચાડી છે.

    આ પણ વાંચો-ખેડા: 30 વર્ષિય યુવકનું Hit & Runમાં મોત, વિધવા માતાએ દીકરો અને બે બહેનોએ ભાઇ ગુમાવ્યો

    સ્થાનિકોએ તેઓના રહેણાંક વિસ્તારને તથા સમગ્ર જૂનાગઢ શહેરને આવા રઝળતા પશુઓથી સત્વરે મુક્ત કરવા માટે ઉગ્ર માંગ કરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Cattle, CCTV Footage Viral, Junagadh news, Localn Ews, Vehicle, વાયરલ વીડિયો

    આગામી સમાચાર