જૂનાગઢ: સરદારબાગ (Sardarbaugh Junagadh) નજીક આવેલ તાલુકા સેવા સદનના (Taluka Seva Sadan) બિલ્ડીંગ તથા આજુબાજમાં અનઅધિકૃત વ્યકિતઓ (Unauthorized persons) અરજદારોની અરજી તૈયાર કરવાની કામગીરી કરતા જોવા મળે છે. જેના કારણે ભીડ એકઠી થતાં કોરોના સંક્રમણ (Covid-19) વધવાની શક્યતા હોવાથી જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ દ્વારા જૂનાગઢ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ અને તેની 300 મીટરના વિસ્તારમાં પીટીશન રાઇટરો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ એજન્ટોને બેસવા પર પ્રતિબંધ (Prohibition) ફરમાવ્યો છે.
જૂનાગઢ શહેરના સરદારબાગ પાસે આવેલ તાલુકા સેવા સદન બિલ્ડીંગ તથા તેની આજુબાજુ વિસ્તારમાં સક્ષમ અધિકારીની મંજુરી ન ધરાવતા હોય, તેવા અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોની અરજીઓ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, આથી કચેરી કમ્પાઉન્ડમાં તથા કચેરીની આજુબાજુમાં બેસવાના કારણે તથા તાલુકા સેવા સદન તથા આજુબાજુના વિસ્તારમાં લારીવાળા/ફેરીયાઓ દ્વારા છુટક વેપારીની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેના કારણે બીનજરૂરી ભીડ એકત્ર થાય છે.
પ્રવર્તમાન કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારની ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટનસિંગ તથા તકેદારીની સૂચનાઓનો ભંગ થાય છે. આથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેવા ઉમદા હેતુથી પુરતી તકેદારી સાથે જાહેર આરોગ્ય,સલામતી અને લોકોની સુખાકારી જળવાઇ રહે તથા પ્રવર્તમાન ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીને ધ્યાને લેતાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતીને અસર થવા ન પામે તે માટે તકેદારીના પગલા રૂપેજૂનાગઢ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુને મળેલી સત્તાની રૂએ લાયસન્સી પીટીશન રાઇટરો સિવાયનાબીનએજન્ટો,લારીવાળા/ફેરિયાઓ/છુટક વિક્રેતાઓનેતાલુકા સેવા સદન તથા તેમની આસપાસ 300 મીટરના વિસ્તારમાં અરજીઓ વગેરેના લખાણો કરવા,વેપાર કરવાબેસવું નહીં કે પરવાનગી વિના બિનઅધિકૃત કામગીરી કરવી નહીં, તેવું ફરમાવ્યું છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિતાની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી આગામી તા.02 જાન્યુઆરી, 2022 સુધી અમલમાં રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર