ઊનાકાંડ 2 : બે પોલીસ કર્મીઓએ દલિત યુવાનને માર માર્યો

News18 Gujarati
Updated: July 18, 2019, 12:37 PM IST
ઊનાકાંડ 2 : બે પોલીસ કર્મીઓએ દલિત યુવાનને માર માર્યો
માર મારનાર બે પોલીસ કર્મીઓ

રમેશ મકવાણાની ફરિયાદ પ્રમાણે તે પોતાના પરિવારના સભ્યોનો અકસ્માત થતાં ક્લેઈમ માટે કાગળો લેવા ઊના પોલીસ સ્ટેશનમાં ગયા હતા.

  • Share this:
હરીન માત્રાવાડિયા, જૂનાગઢ : ફરી એકવાર રાજ્યમાં દલિત યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. ઊના તાલુકાનાં પાલડી ગામમાં રહેતા રમેશભાઇ મકવાણા નામના યુવાનને બે પોલીસકર્મીઓએ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ યુવાન પોતાના ભાઇનો અકસ્માત થતા તેના ક્લેઇમ કેસ માટે ડોક્યુમેન્ટ ઊના પોલીસ સ્ટેશનમાં લેવા ગયા હતા. જે મામલે 2 પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

માર માર્યાનો વીડિયો વાયરલ

રમેશ મકવાણાની ફરિયાદ પ્રમાણે તે પોતાના પરિવારના સભ્યોનો અકસ્માત થતાં ક્લેઈમ માટે કાગળો લેવા ઊના પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જ્યાંના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મકવાણા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલે યુવકને બેફામ માર માર્યો હતો. જે બાદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ કરાયો હતો. જે બાદ ગઈકાલે રમેશભાઇએ સારવારમાં જુનાગઢમાંથી ઊના પોલીસમાં ફરીયાદ કરી છે. બન્ને પોલીસ કર્મચારીઓએ કોઈ કારણો વગર જાતિ પ્રત્યે અપમાનિત કરી અને બેફામ માર માર્યો હતો તે નોંધાવ્યું છે. જે બાદ ઊના પોલીસ સ્ટેશનમાં બન્ને પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે.

આ પણ વાંચો : માંડલ હત્યા કેસમાં યુવતીનું પોલીસ સમક્ષ મોટું નિવેદન, હું ગર્ભવતી નથી

દલિત યુવાનને માર મારાયો


'તપાસ ચાલુ છે'ગીર સોમનાથનાં એ.એસ.પી, અમીત વાસાવાએ આ મામલામાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મકવાણા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલ સામે માર મારવા અને એટ્રોસિટી એમ બે ફરિયાદ નોંધી છે. હાલ તપાસ ચાલુ છે. આ બનાવની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસ પી.બામણીયા કરી રહ્યાં છે.

આ પણ વાંચો : દાંતીવાડા : દીકરી ભાગી જાય તો 1.50 લાખ, દીકરો ભાગી જાય તો 2 લાખ રૂ. દંડ

પીડિતની આપવીતી

પીડિત રમેશભાઇ મકવાણએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, 'હું મારા ભાઈના અકસ્માતનાં ક્લેઈમ કેસના ડોક્યુમેન્ટ લેવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી હું પોલીસ સ્ટેશનનાં ધક્કા ખાતો હતો પરંતુ મારૂં કામ પતતું નહોતુ. એટલે મે કીધુ કે મારી પાસે પૈસા નથી રોજ રોજ તમે એમ ક્યો છો કે આજે આવો કાલે આવો. હું મજુરી કરુ છું. મને કોઇ તારીખ આપી દો તો હું ત્યારે આવું. તો પોલીસે સામે કહ્યું કે, પોલીસ સ્ટેશન તારા બાપનું છે. પછી જયરાજસિંહે આવીને મને થપ્પડ મારી અપશબ્દો બોલ્યા હતા. પછી કહ્યું હતું કે ક્લેઇમનાં કેસ ખોટી રીતે કરીને તમે પૈસા પડાવો છો. એમ કહીને મને મારવાનું ચાલુ કરી દીધુ હતું. એ લોકોએ લાકડીથી મને હાથ, સાથળ અને પીઠના ભાગે ઢોરમાર માર્યો હતો.'
First published: July 18, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading