ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પીડિત પરિવારે કર્યો બૌદ્ધ ધર્મનો અંગીકાર

News18 Gujarati
Updated: April 29, 2018, 12:56 PM IST
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પીડિત પરિવારે કર્યો બૌદ્ધ ધર્મનો અંગીકાર

  • Share this:
ઉનામાં દલિત યુવકોને બાંધીને માર મારવાની ઘટનાના કારણે રાજકારણમાં ભારે હિલચાલ જોવા મળી હતી. આ ઘટનાના પગલે રાજ્ય તેમજ દેશના ભાજપ, કોંગ્રેસ સહિતના મોટાભાગના નેતાઓ ઉનાની મુલાકાતે આવીને રાજકીય રોટલા શેકી ગયા હતા. ત્યારબાદ આજે ફરી એકવાર ઉનાનું સમઢીયાળા ગામ ચર્ચામાં આવ્યું છે. ઉનાકાંડના પીડિત પરિવાર સહિત 200 જેટલા દલિત લોકો આજે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે હાલ ઉનામાં જ્યાં ધર્માન્તરણ થઇ રહ્યું છે ત્યાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અહીં ત્રણ બૌદ્ધ ભિક્ષુકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આ સ્થળે જિલ્લાના ડીવાયએસપી જે. એમ. ચાવડા, ઉના પીઆઈ ખુમાણ, તથા પોલીસ જવાનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ કાર્યક્રમમાં શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ છે.

હાલ આ સ્થળે કોઇ જ દલિત નેતાની હાજરી નથી. અહીં માત્ર સ્થાનિકો જ ઉપસ્થિત છે.

પીડિત પરિવારની ફરિયાદ

સરકાર દ્વારા પીડિત પરિવારને અનેક પ્રકારની મદદની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ એટ્રોસીટી કોર્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા તેની અમલવારી કરવામાં નહીં આવતા પિડિત પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પીડિત પરિવારે ફરિયાદ કરતાં કહ્યું કે, સરકારે અમને ન્યાય આપ્યો નથી આરોપીઓ જામીન પર મુક્ત છે હિન્દૂ ધર્મ માં રહેવાનો કોઈ ફાયદો નથી તેથી અમે હિન્દૂ ધર્મ નો ત્યાગ કરી રહ્યા છીએ.

જાણો શું હતો મામલોનોંધનીય છે કે તા. 11 જુલાઈ, 2016ના રોજ સમઢીયાળા ગામે મૃત ગાયના ચામડા ઉતારી રહેલા બાલુભાઈ સરવૈયા, વશરામભાઈ સરવૈયા, રમેશભાઈ સરવૈયા, અશોકભાઈ સરવૈયા, બેચરભઆઈ સરવૈયા, કુવરબેન સરવૈયા, દેવશીભાઈ બાબરીયા અને અરજણભાઈ બાબરીયાને માર મારીને જાહેરમાં લાવવામાં આવ્યાં હતા. આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી.
First published: April 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading