Home /News /kutchh-saurastra /લૉકડાઉન વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા, રિક્ટરસ્કેલ પર 4ની તિવ્રતા નોંધાઈ

લૉકડાઉન વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા, રિક્ટરસ્કેલ પર 4ની તિવ્રતા નોંધાઈ

24 કલાકમાં બે વાર સોરઠ અને ગીરની ધરા ધણધણી ઉઠી, બહાર કોરોનાનો કહેર, ઘરોમાં ભૂકંપનો ખોફ, માંગરોળથી 44 છેટે દરમિયામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

24 કલાકમાં બે વાર સોરઠ અને ગીરની ધરા ધણધણી ઉઠી, બહાર કોરોનાનો કહેર, ઘરોમાં ભૂકંપનો ખોફ, માંગરોળથી 44 છેટે દરમિયામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

    અતુલ વ્યાસ, જૂનાગઢ : રાજ્યમાં એક બાજુ લૉકડાઉન (Lockdown3) ચાલી રહ્યું છે, લોકો પોતાના ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે તેવામાં કોરોના વાયરસ (coronavirus)ના કહેર વચ્ચે રાજ્યના બે જિલ્લામાં ભૂકંપના (Earthquake) આંચકા (Tremors) અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના જૂનાગઢ (Junagadh) અને ગીરસોમનાથ (Girsomnath) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે વાર આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. લોકોમાં એક બાજુ કોરોનાનો ડર તો બીજી બાજુ ભૂકંપનો ખોફ બેસી ગયો છે.

    છેલ્લા 24 કલાકમાં બે આંચકા : જૂનાગઢ જિલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. ગત રાત્રીના 11:27 વાગ્યાની આસપાસના 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જેનું એપી સેન્ટર માંગરોળ થી 32 કી.મી. દૂર અરબી સમુદ્રમાં નોંધાયું હતું, જ્યારે આજે શનિવારે બપોરે 3:36 વાગ્યે 4ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું એપી સેન્ટર દરિયામાં માંગરોળથી દરમિયામા્ં 44 કિમી નોંધાયું હતું.

    આ પણ વાંચો :  Coronavirus : કોરોનાના કહેર વચ્ચે CM રૂપાણીએ ઉદ્યોગો માટે રાહતની જાહેરાત કરી

    દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છે. લોકો હળવા લૉકડાઉન વચ્ચે ઘરોમાં હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેતા લોકોને ખાસ અનુભવ થયો નહોતો. જોકે, ઉંચી બિલ્ડીંગમાં વસતા પ્રથમ માળે રહેતા અને તેનાથી ઉપરના માળે રહેતા લોકોએ ભૂકંપનો અનુભવ થયો હતો. કેટલાક ઠેકાણે લોકો આંચકો આવતા રસ્તા પર દોડીઆવ્યા હતા. જોકે, આ આંચકાઓનું કેન્દ્રબિંદુ બંને વાર દરમિયામાં ઉદભવ્યું છે. આજે બપોરે અનુભવાયેલા આંચકાની તિવ્રતા ગઈકાલે રાત્રીમાં અનુભવાયેલા આંચકાથી વધારે નોંધાઈ છે.
    " isDesktop="true" id="980698" >
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन