અતુલ વ્યાસ, જૂનગાઢઃ જૂનાગઢમાં (Junagadh) ગિરનાર રોપ-વે (Girnar rapeway) શરું થયા બાદ પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ તો પહેલાથી જોવા મળી રહ્યો હતો. હવે પ્રવાસીઓનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. કારણ કે અહીં ભાગ્યે જ દેખાતા સિંહોના (lions) પણ દર્શન લેવાનો લ્હાવો મળી શકે છે. આજે શનિવારે ગિરનારના પ્રવાસે આવેલા પ્રવાસીઓને રોપ-વેમાંથી સિંહના દર્શન થયા હતા. આ અદભૂત દ્રશ્ય જોઈને પ્રવાસીઓનો ખુશી આસમાને પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ ગિરનાર રોપ-વે શરૂ થઈ ગયો છે. અને પ્રવાસીઓ રોપ-વેમા બેસી ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના દર્શન તેમજ બીજા અન્ય દેવી દેવતાઓના દર્શન કરી રહ્યા છે. ગિરનાર પર્વત અભ્યારણ્યમાં 40 જેટલા સિંહો વસવાટ કરે છે અને ભાગ્યે જ તેના દર્શન થાય છે. ત્યારે હવે રોપ-વે શરૂ થતા પ્રવાસીઓને ક્યારેક ગિરનારમાં વસવાટ કરતા સિંહોના પણ દર્શનનો લ્હાવો મળે છે.
આજે બપોર બાદ રોપ-વે ગિરનારથી પરત આવતા પ્રવાસીઓને સિંહ જોવા મળ્યા હતા. અને પ્રવાસીઓએ પોતાના મોબાઈલમા આ સિંહોના ફોટા પાડયા હતા અને રોપ-વે સાથે સિંહ દર્શન માણ્યા હતા. આમ રોપ-વે હાલ સિંહ દર્શનનું માધ્યમ પણ બન્યો છે. જેને લઈ પ્રવાસીઓમા અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે.
આવી છે ગિરનાર રોપ-વેની વિશેષતાઓ આ પ્રોજેક્ટની વિશેષતા જોઈએ તો એશિયાનો આ સૌથી લાંબો અને મોટો રોપવે છે. 2300 મીટરની લંબાઈ છે અને 1,000 મીટર ઉંચાઈ છે. લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન પહોંચવા સાત મિનિટનો સમય થાય છે. કુલ 25 ટ્રોલી મુકવામાં આવી છે જે પારદર્શક છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે અને 8 વ્યક્તિના સરેરાશ વજન પ્રમાણે ડિઝાઈન તૈયાર કરાઈ છે. જેમાં એક કલાકમં 800 લોકો અપર સ્ટેશન પહોંચી શકશે.
નવ ટાવર ઉપર આ રોપ વે તૈયાર કરાયો છે. જેમાં ૬ નંબરનો ટાવર સૌથી મોટો ટાવર છે. જેની લંબાઈ 67 મીટર છે. લોઅર સ્ટેશને 3,000 વ્યક્તિઓ રહી શકે તેવી વ્યવસ્થા છે. જ્યારે અપર સ્ટેશન પર 1,500 વ્યક્તિઓનો સમાવેશ થાય તેવી વ્યવસ્થા છે.
જૂનાગઢઃ ગિરનાર રોપ વે પરથી પ્રવાસીઓએ કર્યા સિંહના દર્શન, અદભૂત નજારો કેમેરામાં કેદ pic.twitter.com/TMRDNHDJsm
ઉષા બ્રેકો કંપની દ્વારા ખૂબ સરસ પારદર્શક ટ્રોલી બનાવવામાં આવી છે. અને તેની વિશેષતા એ છે કે લોઅર સ્ટેશનથી બંધ થયેલી ટ્રોલી અપર સ્ટેશને ખૂલેછે અને અપર સ્ટેશન થી આવતી ટ્રોલી લોઅર સ્ટેશન પર ખૂલે છે. એટલે પ્રવાસીઓ માત્ર ટ્રોલીમાંથી ગિરનારનું સૌદર્ય નિહાળી શકે છે અને તેને લઈ વન સંપદા કે અહી વસવાટ કરતા સિંહ જેવા પ્રાણીઓને નસીબમાં હોય તો માત્ર નિહાળી શકે છે.