Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ આપવા, જિલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેરણાદાયી પહેલ

જૂનાગઢ: જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ આપવા, જિલ્લા વિકાસ અધિકારીએ કરી પ્રેરણાદાયી પહેલ

DDO

DDO Junagadh

જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારીએ જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ આપવા માટે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરી છે.

    Junagadh News: શિયાળાની (Winter) શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આપણી નજરે એવાં અનેક લોકો આવતાં હશે જે ઠંડીથી ઠૂંઠવાતા હશે! આવા જરૂરિયાતમંદ લોકોની (Needy People) ચિંતા કરીને જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારીએ (DDO Junagadh) એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત જરૂરિયાતમંદોમાં ગરમ કપડાંનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    આ વિશે વાત કરતાં જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું કે, શિયાળા દરમિયાન અનેક એવા પરિવારો હોય છે, જે ભારે ઠંડીના કારણે બીમાર પડતાં હોય છે. આવા જરૂરિયાતમંદ પરિવારોને ઠંડીથી રક્ષણ આપી શકાય, તેવા શુભ હેતુથી એક પહેલ શરૂ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: ગ્રામ પંચાયત ચૂંટણીના વિજય સરઘસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા? સંધવીએ આપ્યા તપાસના આદેશ

    જેમાં લોકો તેના ઘરમાં પડેલા વધારાના ગરમ કપડા જેમકે; મહિલા, પુરુષ અને બાળકોના સ્વેટર, શાલ, ટોપી, ધાબળા, મફલર જે પણ સારી અને ઉપયોગમાં લઈ શકાય તેવી હાલતમાં હોય તો, લોકો તેનું દાન કરી કોઈને ઉપયોગી થઈ શકે છે. જેના માટે જિલ્લા પંચાયતમાં નાયબ ચિટનીસ તરીકે ફરજ બજાવતાં વી.બી.દવે સાહેબનો 7778057338 નંબર ઉપર સંપર્ક કરી, ગરમ કપડા પહોંચાડી શકાય છે. આ તકે કપડાં આપવા આવતાં લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ જ્યારે કપડાં દેવા આવે ત્યારે પારદર્શક થેલીમાં કપડાંની સાઈઝ, સ્ત્રી, પુરુષ કે બાળક એવું અવશ્યથી લખવું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર