જુનાગઢઃ હાથમાં જીવતા કોબ્રા સાપ લઇને ત્રણ યુવતીઓએ કર્યા ગરબા

News18 Gujarati
Updated: October 12, 2019, 10:40 PM IST
જુનાગઢઃ હાથમાં જીવતા કોબ્રા સાપ લઇને ત્રણ યુવતીઓએ કર્યા ગરબા
વાયરલ વીડિયોની તસવીર

આ ઘટનામાં આરએફઓ જે.એસ. ભેડા ફરિયાદ બનીને વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી: જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ત્રણ યુવતીએ હાથમાં કોબ્રા સાપ (cobra snake) લઇને ગરબા (Garba) રમ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં બે અન્ય વ્યક્તિઓ સાથે યુવતીઓની અટકાયત કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. વન વિભાગના (forest department) એક અધિકારીએ શનિવારે ગરબાનો આ વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ (video viral)થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા શીલ ગામમાં 6 ઑક્ટોબરે આયોજીત કરવામાં આવ્યો હતો. બેરવાલે કહ્યું હતું કે, જ્યારે વીડિયો અમારા ધ્યાનમાં આવ્યા ત્યારે અમે ઘટનાની તપાસ કરી હતી. અમે ત્રણ યુવતીઓ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

યુવતીઓ સિવાય અન્ય બે લોકોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને કોબ્રા સાપ લાવી આપ્યા હતા. દરેક આરોપીઓને ગુરુવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. ઉપ વન સંરક્ષકના જણાવ્યા પ્રમાણે કોબરના વિષદંત તોડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે સાંપ બિન ઝેરી હતી.

આ પણ વાંચોઃ-આંગળીના બે વેઢા જેવડા નેનો ફોનથી લોકોને છેતરતું કૉલ સેન્ટર ઝડપાયું, 19 લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ-જાપાનમાં હિજિબિસ વાવાઝોડાનો કહેર, જોઇલો તબાહીની તસવીરો

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના શીલ ગામે ‘મોગલ છેડતા કાળો નાગ’ ગરબા ઉપર ત્રણ યુવતીઓએ હાથમાં જીવતા કોબ્રા સાપ લઇને ગરબા કર્યા હતા. આ ઘટનામાં આરએફઓ જે.એસ. ભેડા ફરિયાદ બનીને વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ-કોંગ્રેસ કાર્યકર્તાના ફ્લેટમાં હિન્દુ બની મુસ્લિમ મહિલા-પુરુષ ચલાવતા હતા સેક્સરેકેટ

તેણે ગરબાના આયોજક નિલેશ જોષી અને સાપ પકડનાર જુમા જમાલ સાતી અને ગરબામાં સાપ પકડીને ઉભેલી યુવતીઓ સામે ગુનો નોંધ્યો હતો. ઝેરી સર્પ કરડે નહીં એ માટે તેના બે દાંત તોડી નાંખવામાં આવ્યા હોવાનું વનવિભાગની પ્રાથમિક તપાસમાં ખુલ્યાનું આરએફઓ ભેડાએ જણાવ્યું હતું.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर