Home /News /kutchh-saurastra /

VIDEO: રાજ્યનાં ત્રણ ખેડૂતોને સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડથી સન્માનિત કરાયા

VIDEO: રાજ્યનાં ત્રણ ખેડૂતોને સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડથી સન્માનિત કરાયા

Sardar

Sardar Smriti Rajat Jayanti Award

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ એગ્રી ગુજરાત એક્સપો-2021 કાર્યક્રમમાં આ ત્રણ ખેડૂતોને સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડથી સન્માનિત

  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ એગ્રી ગુજરાત એક્સપો-2021 કાર્યક્રમ અંતર્ગત ત્રણ ખેડૂતોને સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. જૂનાગઢ મેયર તેમજ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂતોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં છે.

  અખંડ ભારતના અજોડ શિલ્પી ખેડૂત પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ શતાબ્દી વર્ષ 1975 ની યાદમાં શરૂ કરવામાં આવેલ સરદાર સ્મૃતિ કેન્દ્રો પૈકીના જૂનાગઢ કેન્દ્રએ 1999-2000 નું રજત જયંતી વર્ષ તરીકે ઉજવ્યું હતું. આ પ્રસંગની યાદગીરી માટે અને કેન્દ્રની પ્રવૃતિઓનો વ્યાપ વધે અને બહોળા પ્રમાણમાં ખેડૂતો આ કેન્દ્રનો લાભ લેતા થાય તેવા આશયથી સરદાર સ્મૃતિ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા રજત જયંતી એવોર્ડ શરૂ કરવામાં આવેલ છે.

  ગત વર્ષોમાં કોરોના મહામારીને કારણે આ એવોર્ડને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજી શકાયો ન હતો. આથી ગત તા.19મી નવેમ્બરના રોજ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાયેલ એગ્રી ગુજરાત એક્સપો-2021 અંતર્ગત 2018-19, 2019-20 અને 2020-21 એમ ત્રણેય વર્ષે એવોર્ડમાં હકદાર બનેલાં વિજેતા ખેડૂતોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

  જેમાં વર્ષ 2018-19 રજત જયંતિ એવોર્ડ માટે મુ.ઉનાના હરેશભાઈ બારૈયાને પસંદ કરવામાં આવ્યાં, તેઓને શાકભાજી પાકમાં થતાં રોગ-જીવાતનું બિનરાસાયણિક નિયંત્રણ કરવા માટે સન્માનિત કરવામાં આવ્યાં છે. જે પછી વર્ષ 2019-20 ના એવોર્ડ માટે મુ.કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકાના ટપુભાઈ કણઝારિયા પસંદગી પામ્યાં. તેઓએ સંકલિત ખેતી પદ્ધતિ માટે સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2020-21 ના એવોર્ડ માટે મુ.ગૌતમગઢ, સુરેન્દ્રનગરના હમીરજી પરમારને પસંદ કરવામાં આવ્યાં. જેઓ લીંબુની વૈજ્ઞાનિક ખેતી અને તેનું મૂલ્યવર્ધન કરીને આ એવોર્ડના હકદાર બન્યાં છે.

  સરદાર સ્મૃતિ રજત જયંતિ એવોર્ડ માટે પસંદગી પામેલ ત્રણેય ખેડૂતોને સન્માન પત્ર, સ્મૃતિ ચિન્હ, શાલ, કૃષિ સાહિત્ય સેટ અને રોકડ પુરસ્કાર રૂપે રૂ.7551 આપીને સન્માનિત કરવામાં આવ્યાં છે. આ તકે જૂનાગઢ મેયર ધીરુભાઈ ગોહેલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.નરેન્દ્રકુમાર ગોંટિયા સાહેબ સહિતના અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: JAU, Junagadh news, Local News, ખેડૂતો, ખેતીવાડી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन