Home /News /kutchh-saurastra /

#Missionpaani: જૂનાગઢનાં આ ગામમાં ઘરે-ઘરે વરસાદી પાણીનાં ટાંકા

#Missionpaani: જૂનાગઢનાં આ ગામમાં ઘરે-ઘરે વરસાદી પાણીનાં ટાંકા

અરણિયાળાના ૮૦ પરિવારો એક વર્ષ સુધી વરસાદનું પાણી સંગ્રહી પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે

અરણિયાળાના ૮૦ પરિવારો એક વર્ષ સુધી વરસાદનું પાણી સંગ્રહી પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે

    જૂનાગઢ: એક તરફ જગત આખું જળવાયું પરિવર્તનની ઘાતક અસરોથી પીડાઇ રહ્યું છે ત્યારે તેની સામે લડવા માટે લોકોએ તૈયાર થવું પડશે. એમાંય ખાસ કરીને પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બનશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જૂનાગઢનાં મેંદરડા તાલુકાના અરણિયાળા ગામનાં લોકોએ કમરકસી છે. આ ગામમાં લોકોએ જનભાગીદારી થકી પાણી બચાવવા માટે દાખલારૂપ કામ કર્યું છે.

    મેંદરડાના અરણિયાળા ગામમાં પાણીની સમસ્યાથી મુક્ત થવા ગામલોકો વરસાદનું ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાંનો મંત્ર અપનાવી વરસાદી પાણીનું નિયમિત સંગ્રહ કરે છે.

    આ ગામમાં ૨૦૦૨ના અરણિયાળામાં સૌપ્રથમ નારણભાઈ ડોબરીયા નામના જાગૃત ખેડૂતે ૧૨૦૦૦ લીટર પાણીનુ સંગ્રહ થઈ શકે એવો એક ભુગર્ભ ટાંકો તેમના મકાનમાં બનાવ્યો હતો.

    ગામમાં ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા હતા અને નારણભાઈ નો આ પ્રયોગ ગામલોકોને સ્પર્શી ગયો.નારણભાઈએ ગામ આખા ને ભૂગર્ભ ટાંકા બનાવવા અપીલ કરી અને એ પરંપરા ૧૭ દસ વર્ષથી ચાલી આવે છે.



    અરણીયાના જાગૃત નાગરિક નારણભાઈ કહે છે અમે પુષ્ય નક્ષત્ર માં વરસાદનું પાણી ભરીએ છીએ કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ પાણી અમૃત સમાન છે અને રોગચાળો થતો નથી અને વર્ષભર શુદ્ધ રહે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માં પણ અમે આ પાણીનું ટેસ્ટિંગ કરાવતા તેમાં સૌથી વધુ શુદ્ધતા જોવા મળી છે.

    અરણિયાળાના સરપંચ સવિતાબેને કહ્યું કે અમારા ગામમાં નવા બનતા મકાનમાં તો લોકો સૌપ્રથમ વરસાદી પાણીના સંગ્રહ માટે ભુગર્ભ ટાંકો બનાવે છે અને આજે ૭૦ થી ૮૦ મકાનોમાં આવા ટાંકા થઈ ગયા છે.

    પૂર્વ સરપંચ રમેશભાઈ ડોબરીયાએ કહ્યું કે, આપણે માત્ર આઠ ટકા વરસાદનું પાણી બચાવીએ છીએ અને અમે લોકો વધુ ને વધુ વરસાદના પાણી ની બચત થાય તે દિશામાં સાથે મળીને સહિયારા પ્રયાસો કર્યા છે.

    બીજા એક ગ્રામજન ચંદુભાઈ દુધાત્રા કહે છે કે અમારે પહેલા પાણીની સમસ્યા હતી પણ જ્યારથી પાણીનો ટાંકો બનાવ્યો અને તેમાં વરસાદનું પાણી અગાસીમાંથી આવે છે તે સંગ્રહ કરતા મારો પરિવાર પાણીની સમસ્યામાંથી મુક્ત થયો છે.

    જૂનાગઢના નાગર પરિવારોના જૂના મકાનોમાં છે ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા

    જૂનાગઢ મહાનગર ઉંચાણ માં આવેલું હોવાથી વરસાદનું પાણી વંથલી તરફ વહી જાય છે. જુનાગઢ ના જુના વિસ્તારમાં નાગર પરિવારોના જૂના મકાનોમાં દરેક ફળિયામાં જુના જમાના ના ભુગર્ભ ટાંકા આજે પણ મોજૂદ છે. નવી પેઢીના લોકો તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અને પૂર્વજોએએ શરૂ કરેલી આ પરંપરા જાળવી રાખી વરસાદી પાણી ની બચત કરી આખું વર્ષ પાણીનો ઉપયોગ કરે છે.

    (માહિતી સ્ત્રોત: માહિતી વિભાગ-જૂનાગઢ)
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Conservation, Drinking water, Mission Paani, MissionPaani, Save water

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन