જૂનાગઢ બાયપાસ પર બની રહેલા પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવા માંગ ઉઠી, જાણો શું છે કારણ
જૂનાગઢ બાયપાસ પર બની રહેલા પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવા માંગ ઉઠી, જાણો શું છે કારણ
Junagadh bypass
જૂનાગઢ નજીક આવેલા નાંદરખી ગામ પાસે નિર્માણ પામી રહેલ જૂનાગઢ બાયપાસ પર વચ્ચે આવતી નદી પર હાલ પુલનું કામ ચાલી રહ્યું છે. આ નદીમાં જૂનાગઢ શહેરના નરસિંહ તળાવ, ઝાંઝરડાનું તળાવ, ઉમટવાડાનું તળાવ, નાંદરખીનું તળાવના પાણીનો નિકાલ થાય છે.
Junagadh News: હાલમાં જેતપુર-સોમનાથ હાઇવે પર નવનિર્માણ પામી રહેલા જૂનાગઢ બાયપાસનું કામ પૂર ખડપી ચાલી રહ્યું છે. આ બાયપાસ અંદાજે 19.60 કિલોમીટર લંબાઇનો બનવાનો છે. બાયપાસ પર નદીના પાણીના નિકાલ માટે પર્યાપ્ત જગ્યા ન મૂકવામાં આવતા, સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
જૂનાગઢ નજીક આવેલા નાંદરખી ગામ પાસે નિર્માણ પામી રહેલ જૂનાગઢ બાયપાસ પર વચ્ચે આવતી નદી પર હાલ પુલનું કામ ચાલી રહ્યું છે. આ નદીમાં જૂનાગઢ શહેરના નરસિંહ તળાવ, ઝાંઝરડાનું તળાવ, ઉમટવાડાનું તળાવ, નાંદરખીનું તળાવના પાણીનો નિકાલ થાય છે. આ ચારે જળાશયોનું પાણી હાલમાં નિર્માણાધિન પુલમાંથી પસાર થવાનું છે. જે પુલની લંબાઈ ફક્ત 20 મીટર છે.
નેશનલ હાઈવેના ટેક્નોગ્રેડ એન્જીનીયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પુલની લંબાઈ 20 મીટર છે. જ્યારે ઉપરવાસમાંથી આવતા કુલ 119 મીટર લંબાઇના વિયર અને 425 હેક્ટર કેચમેન્ટ વિસ્તારના પાણીને 20 મીટરના પુલ વિસ્તારમાંથી પસાર કરવું અસંભવ છે, એવું સ્થાનિક ખેડૂતો અને આગેવાનો જણાવી રહ્યાં છે.
ગત ચોમાસામાં પણ પાણીનો ભરાવો થવાથી ખેડૂતો અને સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો આ પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં નહિ આવે તો આગામી સમયમાં પણ ઉપરવાસથી આવતા પાણીનો નાંદરખી ગામ નજીકથી પસાર થતાં બાયપાસ પાસે ભરાવો થશે. જેને કારણે ખેડૂતોની ખેતી અને સ્થાનિકોને નુકસાન થવાની ભરપૂર સંભાવના છે, સાથોસાથ ચોમાસાની ઋતુમાં પાણી ભરાશે તો, વાહન વ્યવહાર ખોરવાઈ તેવું પણ જોખમ છે.
આ સંદર્ભે ખેડૂતો અને સ્થાનિકોએ માંગ કરી છે કે, તાત્કાલિક ધોરણે પુલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં પ્રજાને કોઈ મુશ્કેલીઓ વેઠવી ન પડે. આ માટે ખેડૂત હિત રક્ષક સમિતિ-જૂનાગઢના હોદેદારો દ્વારા સરકારમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર