Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી 23 વર્ષિય યુવાને ઉજવ્યો જન્મ દિવસ

જૂનાગઢ: કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી 23 વર્ષિય યુવાને ઉજવ્યો જન્મ દિવસ

Vaccination

Vaccination Camp

જૂનાગઢના યુવાન જીત તેરૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવા ભૂતનાથ મંદિર ખાતે કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 136 જેટલાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. કોરોના રસી લેવા માટે આવેલાં લોકો માટે કો-વેક્સિન અને કોવિશિલ્ડ એમ બંને વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

વધુ જુઓ ...
    આપણે ત્યાં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી (Birthday Celebration Idea)કરવા અને જન્મદિવસને ખાસ બનાવવા લોકો અવનવી પ્રવૃત્તિઓ કરતાં હોય છે, ત્યારે જૂનાગઢના 23 વર્ષીય યુવાને પોતાના જન્મદિવસ નિમિત્તે કોરોના વેક્સીનેશન કેમ્પનું (Vaccination Camp) આયોજન કરીને, સમાજને એક નવી પ્રેરણા પુરી પાડી છે. જૂનાગઢ આરોગ્ય વિભાગ અને યંગ ઇન્ડિયા ગ્રુપ (Young India Group) જૂનાગઢના સહયોગથી કોરોના વેક્સીનેશન કેમ્પ સફળ રહ્યો હતો.

    જૂનાગઢના 23 વર્ષીય યુવાન જીત તેરૈયાએ પોતાના જન્મદિવસની એવી રીતે ઉજવણી કરી કે, તેની પાસેથી આજના સૌ કોઈ યુવાનો પ્રેરણા લઈ શકે છે. જન્મદિવસ હોય એટલે કોઈ કેક કાપીને ઉજવે છે, કોઈ ડાન્સ પાર્ટી લરી ઉજવે છે, તો કોઈ ભોજન સમારંભ યોજીને જન્મદિવસની ઉજવણી કરે છે, ત્યારે જૂનાગઢના જીત તેરૈયાએ પોતાના શહેરના અને દેશના લોકોની ચિંતા કરીને હાલમાં પ્રવર્તમાન કોરોના મહામારીને લક્ષમાં લઈને ભારત સરકારે જે કોરોના રસીકરણની કામગીરી હાથ ધરી છે, તેને સહયોગ આપવા જૂનાગઢમાં કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું. આજકાલ લોકો કેક ઉપર મીણબત્તી લગાવીને તેને ઓલવીને જન્મદિવસની ઉજવણી કરતાં થયાં છે, ત્યારે જીત તેરૈયાએ તેઓના હસ્તે અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી, વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરી હતી.

    જૂનાગઢના યુવાન જીત તેરૈયાએ પોતાના જન્મદિવસની ઉજવણીને ખાસ બનાવવા ભૂતનાથ મંદિર ખાતે કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 136 જેટલાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. કોરોના રસી લેવા માટે આવેલાં લોકો માટે કો-વેક્સિન અને કોવિશિલ્ડ એમ બંને વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

    આ તકે જીત તેરૈયાએ જણાવ્યું કે, તેઓના જન્મદિવસે કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવાના વિચારને સાકાર કરવા માટે જૂનાગઢ આરોગ્ય વિભાગની ટિમ અને યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો તેમજ તેઓના મિત્રોનો ખુબજ સાથ સહકાર મળ્યો. આગામી સમયમાં પણ આ યુવાન દેશ અને સમાજ માટે ઉન્નત કાર્ય કરતાં રહે અને યુવાનો માટે પ્રેરણારૂપ બને, તેવી શુભકામનાઓ તેમના મિત્રવર્તુળ દ્વારા પાઠવવામાં આવી હતી.
    First published:

    Tags: Birthday Celebration, COVID-19, Junagadh news, Local News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन