Home /News /kutchh-saurastra /

દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત વિઠ્ઠલબાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી, જુઓ Video..

દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત વિઠ્ઠલબાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી, જુઓ Video..

Datar

Datar

આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત દાતાર સેવક સમુદાય તેમજ દાતાર ભક્તોએ સમાધિ (Samadhi) પૂજનના દર્શન તેમજ મહાપ્રસાદ (Mahaprasad) આરોગી ધન્યતાનો અનુભવ કર્યો હતો તથા સહુએ બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલબાપુના સંસ્મરણો યાદ કર્યા હતા.

  Junagadh News: જૂનાગઢમાં આવેલ કોમી એકતાના પ્રતિક સમાન દાતારની (Datar) જગ્યાના બ્રહ્મલીન મહંતશ્રી વિઠ્ઠલબાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ દાતાર પર્વત (Datar Hills) ઉપર આસ્થાભેર ઉજવવામાં આવી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત દાતાર સેવક સમુદાય તેમજ દાતાર ભક્તોએ સમાધિ (Samadhi) પૂજનના દર્શન તેમજ મહાપ્રસાદ (Mahaprasad) આરોગી ધન્યતાનો અનુભવ કર્યો હતો તથા સહુએ બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલબાપુના સંસ્મરણો યાદ કર્યા હતા.

  આજરોજ માગશર વદ પાંચમના દિવસે જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંતશ્રી વિઠ્ઠલબાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ ઉજવવામાં આવી. આ પ્રસંગે ઉપલા દાતારની જગ્યામાં પૂ.પટેલબાપુ તેમજ પૂ.વિઠ્ઠલબાપુની સમાધિ સ્થળે વિવિધ પવિત્ર દ્રવ્યો જેવાકે; દૂધ, ગંગાજળ, ગુલાબજળ, અત્તર, અબીલ, ગુલાલ, ચંદન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે વર્તમાન મહંતશ્રી ભીમબાપુ દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવ્યું.

  બ્રહ્મલીન મહંતશ્રી વિઠ્ઠલબાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે ઉપલા દાતારની સમગ્ર જગ્યાને વિવિધ રંગબેરંગી પુષ્પો તેમજ ફૂલહારથી સુશોભિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પધારેલ સર્વે દાતાર સેવકો તેમજ ભક્તજનો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત દાતાર સેવક સમુદાય તેમજ દાતાર ભક્તોએ સમાધિ પૂજનના દર્શન તેમજ મહાપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી.
  First published:

  Tags: Datar, Gujarati News News, Junagadh news

  આગામી સમાચાર