Junagadh News: જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અશ્વપ્રેમી (Horse Lover) રાજુભાઈ રાડાની ‘સિંહણ’ ઘોડીએ (Sinhan) મહારાષ્ટ્રના સારંગખેડા (Sarangkheda) ખાતે યોજાયેલ અશ્વ શોમાં ‘ટુ ટીથ’ કેટેગરીમાં (Two Teeth) પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજુભાઈ રાડાની ‘સિંહણ’ ઘોડીએ નેશનલ લેવલે (National Level) પ્રથમ સ્થાન મેળવીને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
પહેલાના જમાનામાં ઘોડાનો ઉપયોગ પ્રવાસ માટે તેમજ યુદ્ધના સમયે સૈન્યમાં વિશેષ રૂપથી થતો હતો, પરંતુ વર્તમાન સમયમાં વાહન વ્યવહાર વધવાને કારણે ઘોડાનું મહત્વ અને ચલણ મહદઅંશે ઘટી ગયું છે. એમ છતાં આપણે ત્યાં અનેક એવા અશ્વ પ્રેમીઓ છે, જે આજે પણ ઘોડાઓનું જતન કરીને તેનું મહત્વ વધારી રહ્યાં છે. એમાંના એક અશ્વપ્રેમી એટલે જૂનાગઢના રાજુભાઈ રાડા; જેઓની ‘સિંહણ’ નામની ઘોડીએ તાજેતરમાં મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ અશ્વ શોમાં મેદાન માર્યું છે.
મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે યોજાયેલ અશ્વ શોમાં અનેક રાજ્યોમાંથી અશ્વપ્રેમીઓ પોતાના ગુણવાન અશ્વોને લઈને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અશ્વપ્રેમી રાજુભાઈ રાડાની ‘સિંહણ’ નામની ઘોડીએ પણ ભાગ લીધો હતો. ‘સિંહણ’ નામની ઘોડી કાઠિયાવાડી બ્રીડની ઘોડી છે, જેણે ‘ટુ ટીથ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજુભાઈ રાડા વર્ષ 2012થી વિવિધ અશ્વ શોમાં ભાગ લેતા આવ્યાં છે.
મહારાષ્ટ્રના સારંગખેડામાં યોજાયેલ ચેતક ફેસ્ટિવલમાં અંદાજે 5 હજારથી વધુ અશ્વોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં કાઠીયાવાડી બ્રિડ શોમાં જૂનાગઢની ‘સિંહણ’ નામની સવા બે વર્ષની ઘોડીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, ત્યારે આયોજકો દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર એનાયત કરાયું છે. આ સાથે રાજુભાઈ રાડાની ‘સિંહણ’ ઘોડીએ નેશનલ લેવલે પ્રથમ સ્થાન મેળવીને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર