Home /News /kutchh-saurastra /

ગિરનાર પરથી પડતાં અનરાધાર ધોધના દ્રશ્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધાં! તમે પણ જુઓ VIDEO

ગિરનાર પરથી પડતાં અનરાધાર ધોધના દ્રશ્યોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધાં! તમે પણ જુઓ VIDEO

Girnar

Girnar Rain Water Fall

સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ગિરનાર પર્વતમાળા અને જંગલમાં પણ અવિરત વરસાદ વરસતાં સુંદર દ્રશ્યો કેમેર

    સુમિત જાની, જુનાગઢ: મોડા પડ્યાં, પણ મોળા નહીં! જૂનાગઢમાં મેઘરાજા (Junagadh rain) આગમન સમય કરતાં મોડું જરૂર થયું છે, પણ મોડા આવેલા મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. સમગ્ર જૂનાગઢ પંથકમાં સાર્વત્રિક વરસાદ (Junagadh Rainfall) વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાના કેટલાક ડેમો ઓવરફ્લો (dam overflow) થઈ રહ્યાં છે, તો કેટલાક ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

    જૂનાગઢ શહેર (Junagadh City)ની સાથે ગિરનાર પર્વત અને જંગલમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસીને નદી-ઝરણાઓમાં નવા પ્રાણ પૂર્યા છે. જેને લઈને ગિરનાર પર્વત પરથી પડતા ઝરણાં અને ધોધ (Girnar Mountain Falls)ના દ્રશ્યો કેમેરામાં કેદ થઈને સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે. ગિરનાર પર્વત પરથી પડતાં ઝરણાઓ (Girnar mountain stream) જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યાં છે. ભારે પવન સાથે વરસી રહેલાં વરસાદથી ગિરનાર પર્વત સાથે ટકરાતા વાદળો જોનારાને ખુશખુશાલ કરી રહ્યાં છે.

    ગિરનાર પર વરસાદ પડવાને કારણે દામોદર કુંડ પણ વહેતો થયો છે, જેને જોવા માટે ગઈકાલે મોડી સાંજે જૂનાગઢવાસીઓ ઉમટી પડ્યાં હતાં. નવા નીરની આવક જોઈને સૌ કોઈ હર્ષની લાગણી અનુભવી રહ્યાં છે. જો ગઈકાલ તા.8મી સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા થી આજરોજ તા.9મી સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો, જૂનાગઢ શહેરમાં 97 મિમી વરસાદ પડ્યો છે, જ્યારે સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં 189 મીમી જેટલો વરસાદ પડ્યો છે.

    જૂનાગઢ જિલ્લાના વરસાદની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ જિલ્લાના માણાવદર તાલુકામાં પડ્યો છે, આ સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શ્રીકાર થતાં ખેડૂતોમાં પણ હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ઘણા દિવસની રાહ જોયા પછી, આખરે મેઘરાજા મન મુકીને વરસ્યાં હોવાથી, હવે પાક નિષ્ફળ જવાની ભીતિમાંથી ખેડૂતોને છુટકારો મળ્યો છે.
    First published:

    Tags: Girnar, Girnar in Monsoon, Girnar ropeway, Junagadh news, વરસાદ

    આગામી સમાચાર