Home /News /kutchh-saurastra /

જૂનાગઢ પોસ્ટ ઓફિસની છત થઈ જર્જરિત! Video માં જુઓ છતની પડું-પડું સ્થિતિ

જૂનાગઢ પોસ્ટ ઓફિસની છત થઈ જર્જરિત! Video માં જુઓ છતની પડું-પડું સ્થિતિ

Post

Post Office Junagadh

જૂનાગઢ આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફીસ ખાતે છત જર્જરિત થવા પામી છે, જેનું Video સ્પષ્ટ કરી દેશે કે, અહી આવનાર અરજદારો પર પણ સંકટ તોળાઈ રહ્યું ?

    જૂનાગઢ શહેરનો વિકાસ (Junagadh Developement) દિનપ્રતિદિન થઈ રહ્યો છે, એવામાં જૂનાગઢના આઝાદ ચોકમાં આવેલ પોસ્ટ ઓફીસમાં (Post office)જવાબદાર પોસ્ટ તંત્રની બેદરકારી સામે આવી છે. આઝાદ ચોક (Aazad chowk) સ્થિત પોસ્ટ ઓફિસના વેઇટિંગ એરિયાની છતમાં મસમોટા ગાબડા પડ્યાં છે, જર્જરિત હાલતમાં આવેલી છત કોઈપણ સમયે જાનહાની સર્જી શકે છે.

    જૂનાગઢ આઝાદ ચોકની મુખ્ય પોસ્ટ ઓફિસમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થઈ રહી છે, ત્યારે પોસ્ટ ઓફિસની મુખ્ય ગેલેરી અને વિન્ડો કાઉન્ટરની ઉપર જ જૂના જમાનાના નળિયા અને છત જર્જરિત થઈને પડું-પડું થઈ રહી છે. ક્યારેક-ક્યારેક નળિયા અને તૂટેલો ભંગાર નીચે પણ પડી રહ્યો છે, ત્યારે દરરોજની હજારોની સંખ્યામાં નાગરિકો અને કર્મચારીઓની અવરજવરને લઈને તૂટેલી છ અકસ્માતનું જોખમ બની રહી છે.

    ત્યારે જનહિતમાં આ જોખમી છતનું સમારકામ કરાવવા મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા જૂનાગઢ પોસ્ટ ઓફિસના જનરલ મેનેજર થી લઈને જિલ્લા પ્રબંધક સુધીના અધિકારીઓને આવેદનપત્ર આપી, આ જોખમી પરિસ્થિતિનું નિવારણ કરી સત્વરે છત રીપેર કરાવવાની માંગ કરી છે. કેન્દ્ર સરકાર સંચાલિત પોસ્ટ ઓફિસમાં મેનેજમેન્ટ અને આપતિ વ્યવસ્થા માટે ગ્રાન્ટ અને નાણાં ભંડોળની કોઈ ખોટ હોતી નથી, ત્યારે માત્રને માત્ર અધિકારીઓના નિર્ણય અને દરકારના અભાવે આઝાદ ચોકની પોસ્ટ ઓફિસની છત જાહેર જીવન માટે જોખમી બની રહી છે.

    જો સમયસર તાકીદે આ છત રીપેર નહીં થાય તો, મધુર સોશિયલ ગ્રુપને જનતા જનાર્દનને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે, તેમ પણ મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને પદાધિકારીઓ દ્વારા ચીમકી આપી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Post office

    આગામી સમાચાર