Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: સિવિલ હોસ્પિટલ નજીકનો રસ્તો અતિશય બિસમાર, દર્દીઓને પારાવાર મુશ્કેલી

જૂનાગઢ: સિવિલ હોસ્પિટલ નજીકનો રસ્તો અતિશય બિસમાર, દર્દીઓને પારાવાર મુશ્કેલી

Civil

Civil Hospital is very bad

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ નજીકથી પસાર થતો મજેવડી દરવાજા થી લઈને જૂનાગઢ જિલ્લા કોર્ટ સુધીનો માર્ગ અત્યંત બિસમાર બની ગયો છે, જુઓ Video

    જૂનાગઢઃ જૂનાગઢ શહેરની  (Junagadh news) હાલત ગામડાં કરતાં પણ બદતર થઈ ગઈ છે. જૂનાગઢના મજેવડી દરવાજાથી લઈને જૂનાગઢ જિલ્લા કોર્ટ સુધીનો માર્ગ (road) અત્યંત બિસમાર બની ગયો છે, ત્યારે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી રહી છે.

    જૂનાગઢના મોટાભાગના રસ્તાઓ પર સમારકામ થઈ રહ્યું છે, જ્યારે કેટલાંક રસ્તાઓ સુવ્યવસ્થિત થઈ ગયાં છે, પરંતુ અમુક એવા રસ્તાઓ પણ છે, જે છેલ્લાં લાંબા સમયથી બિસમાર હોવા છતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી! જૂનાગઢની સિવિલ હોસ્પિટલની નજીકથી પસાર થતો મજેવડી દરવાજાથી લઈને જિલ્લા કોર્ટ સુધીનો રસ્તો અત્યંત બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે.

    જે રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડાઓ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. ગત ચોમાસામાં આ રસ્તા ઉપર મોટા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જેને કારણે આ રસ્તાનું સંપૂર્ણપણે ધોવાણ થઈ ચૂક્યું છે. રસ્તા પર પડેલાં ખાડાઓ અને ધોવાણથી વાહનચાલકોને અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે.

    સિવિલ હોસ્પિટલ જવા માટે દિવસભરમાં અનેક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો અહીંથી પસાર થતા હોય છે. જેમાં સારવાર અર્થે આવતાં દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંથી પસાર થતાં રિક્ષાચાલકો પણ બિસમાર રસ્તાથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે, ત્યારે હવે તાત્કાલિક ધોરણે આ રસ્તાની સ્થિતિ સુધારી પ્રજાને રાહત આપવા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે.
    First published:

    Tags: Civil Hospital, Gujarati News News, Junagadh news, Road

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन