Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: દિવ્યાંગોને સાધન સહાય મળવાથી તેઓ ચાલતાં અને સાંભળતા થયાં, Videoમાં વ્યક્ત કરી ખુશી

જૂનાગઢ: દિવ્યાંગોને સાધન સહાય મળવાથી તેઓ ચાલતાં અને સાંભળતા થયાં, Videoમાં વ્યક્ત કરી ખુશી

the

the help of equipment

જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે અંદાજે 200 જેટલાં દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન સહાય આપવામાં આવી, ત્યારે Videoમા?

    જૂનાગઢઃ જૂનાગઢમાં દિવ્યાંગોના ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાઇસીકલ, વ્હિલચેર અને હિયરિંગ એડ આપીને નિઃશુલ્ક સાધન સહાય આપવામાં આવી. જે બદલ દિવ્યાંગોને જાણે નવજીવન મળ્યું હોય, તેવી રીતે ખુશી વ્યક્ત કરી હતી.

    જૂનાગઢના વીરપુર ગામ નજીક આવેલી જાણીતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લાં અનેક વર્ષોથી દિવ્યાંગોના હિત માટે કાર્ય કરતી આવી છે, આજરોજ તા.28મી ઓક્ટોબરના રોજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ-જયપુર-અમદાવાદ તથા એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આર્થિક સહયોગથી દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાઇસીકલ, વ્હિલચેર અને હિયરિંગ એડ જેવા સાધનો આપવામાં આવ્યાં. અંદાજે 200થી વધારે દિવ્યાંગ લાભાર્થીઓને આ નિઃશુલ્ક સાધન સહાયનો લાભ મળતાં, તેઓમાં અનોખી ખુશી જોવા મળી હતી.

    આ અંગે વાત કરતાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના પીન્ટુભાઈ પટવાએ જણાવ્યું કે, નેમિનાથ ભગવાનની પાવન ભૂમિ ગિરનારની નજીક આવેલ દિવ્યાંગોના ઉત્થાન માટે કાર્ય કરતી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થામાં આ ત્રીજો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આ અગાઉ પણ બે સાધન સહાય કેમ્પનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું. આજરોજ યોજાયેલા સેવાયજ્ઞમાં અંદાજે 200થી વધારે દિવ્યાંગોને જરૂરી સાધન સહાય કરવામાં આવી છે, ત્યારે પીન્ટુભાઈ પટવાએ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના મહેન્દ્રભાઈ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.

    સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના પટાંગણમાં યોજાયેલ સાધન સહાય કાર્યક્રમના લાભાર્થી મોહનભાઈએ જણાવ્યું કે, 8 વર્ષ પહેલાં તેઓએ અકસ્માતને કારણે પોતાનો જમણો પગ ગુમાવ્યો, ત્યારથી તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. અવરજવરમાં તેઓને ઘણી તકલીફ થતી, ત્યારે આજરોજ મળેલી સાધન સહાયથી તેઓ હવે સહેલાઈથી હલનચલન કરી શકશે અને તેઓની રોજીરોટી માટે પણ તેઓને મળેલી ટ્રાઇસીકલ ખુબજ મદદરૂપ થશે.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર